પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.સુરત): આમ તો પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે પરંતુ કાયદો અને વ્યવસ્થા શબ્દ એટલો બારીક છે કે, તેનો સ્થુળ અર્થ એવો છે કે, પોલીસનું એક માત્ર કામ એટલે માણસનો જીવ બચાવવો. પોલીસ મેન્યૂઅલ આઈપીસી સીઆરપીસીમાં ભલે આ અંગે કોઈ સ્પષ્ટ સૂચના નથી પરંતુ સુરતના આસી. પોલીસ સબ ઈન્સપેક્ટર (એએસઆઈ) કિરીટકુમાર પટણીએ એવું કામ કર્યું જે ગુજરાત પોલીસ માટે ઉદાહરણીય બની રહ્યું. જ્યારે તમે કિરીટકુમારની કહાની સાંભળશો ત્યારે તમને લાગશે કે પોલીસ તો આને જ કહેવાય.

સુરતના પાર્લેપોઈન્ટ વિસ્તારમાં આજે ઉત્તરાયણના પર્વે એક પિતા પુત્ર બાઈક પર પસાર થઈ રહ્યા હતા. આશરે દસ વર્ષિય પુત્ર શિવમ રોજની ટેવ પ્રમાણે પિતાના બાઈકની આગળ પેટ્રોલની ટાંકી પર બેસેલો હતો. રસ્તાઓ સુમસામ ટહતાટટટ, કારણ કે મોટા ભાગના લોકો આજે પતંગ ચગાવવા ધાબા પર ચઢેલા હતા. આ જ વખતે રસ્તે પસાર થતાં શિવમના ગળામાં અચાનક એક કપાયેલા પતંગની દોરી અટવાઈ ગઈ, શિવમના પિતા કાંઈ સમજે અને બાઈક ઊભું રાખે તે પહેલા ચાકુ કરતાં પણ ધારદાર દોરી શિવમના ગળામાં ઘૂસી જતાં રિતસર લોહીના ફૂવારા ઉડયા હતા.

પોતાના દિકરાની હાલત જોઈ હેબતાઈ અને ડરી ગયેલા શિવમના પિતાએ બુમાબુમ કરી મુકી હતી. જોકે ત્યાં તેમની મદદે આવનારું કોઈ ન હતું આ જ વખતે સુરત પોલીસના એએસઆઈ તરીકે ફરજ બજાવતા કિરીટ કુમાર પટણી પોલીસ યુનિફોર્મમાં સરકારી કામે પસાર થઈ રહ્યા હતા, તેમણે જોયું કે એક બાળક લોહીના ખાબોચિયામાં પડ્યું છે અને તેના પિતા મદદ માટે બુમો પાડી રહ્યા છે. કિરીટકુમાર ત્યાં રોકાઈ ગયા અને તે એમ્બ્યૂલન્સને બોલાવી શકે તેમ હતા પણ તેમને લાગ્યું કે એમ્બ્યૂલન્સ આવશે ત્યાં સુધી ઘણો વિલંબ થઈ જશે એટલે તેમણે કાંઈ વિચાર્યા વગર બાળકને ઉચકી લઈને નજીકમાં આવેલી હોસ્પિટલ તરફ દોડવાનું શરૂ કર્યું. શિવમને કિરીટકુમાર દોડતા હોસ્પિટલટ પહોંચતા ફરજ પરના તબીબોએ તાતકાલીક સારવાર આપી હતી. શિવમની ઈજા એટલી ગંભીર હતી કે તેના ગળા પર 22 ટાંકાં લેવા પડ્યા હતા. તબીબોએ એવું કહ્યું કે પોલીસની સમય સૂચકતાને કારણે શિવમને બચાવી શકાયો હતો. કિરીટકુમારની વર્દી પણ લોહીથીટ લથપથ થઈ ગયો હતો પરંતટું તેમણે તેવી કોઈ ચિંતા ન કરતાં એક બાળકની ચિંતા કરી હતી. કિરીટકુમારને માત્ર શિવમના પિતા જ નહીં અમે પણ કહીએ છીએ થેન્ક યુ પોલીસ.