મેરાન્યૂઝ નેટવર્ક.સુરત: ભેસ્તાનમાં રહેતી ૨૪ વર્ષીય યુવતીને લગ્ન કરી કેનેડા સ્થાયી થવાની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવ્યા બાદ પ્રેમએ હોટલમાં અને ગોવામાં રીસોર્ટમાં અવાર નવાર બળાત્કાર કર્યો હતો. જેના કારણો યુવતી ગર્ભવતી બનતા તેની પાસે ગર્ભપાત કરાવ્યા બાદ બિમાર પિતાને વતનમાં મળવા જવાનું કહી યુવતીને તરછોડી પ્રેમી નાસી ગયો હતો.

સચીન પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત મુજબ ભેસ્તાન મારૂતિનંદન સોસાયટીમાં રહેતા   અને હોટલમાં નોકરી કરતા મહેશ હીરા ચૌધરીએ સને ૨૦૧૯માં ૨૪ વર્ષીય યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. યુવતીને તેની સાથે લગ્ન કર્યા બાદ કેનેડા સ્થાયી થવાનુ કહ્યું હતું.  આવી વાત કરી પાંડેસરાની હોટલમાં તેમજ ગોવાના એક રિસોર્ટમાં શારીરિક સંબંધો બાંધ્યા હતા. દરમિયાન યુવતી ગર્ભવતી બનતા મહેશે તેને સમજાવી ફોસલાવી ગર્ભપાત કરાવ્યો હતો. યુવતી જ્યારે પણ લગ્ન કરવાની વાત કરે ત્યારે મહેશ ગલ્લા તલ્લા કરતો હતો અને ગત તા ૨૦મી મે ૨૦૨૧ના રોજ બનાસકાંઠા એઠાડેવાસ ગામે રહેતા તેના બિમાર પિતાને મળી આવ્યા બાદ લગ્ન કરવાનું કહી મહેશ ઘરેથી નીકળ્યા બાદ પરત આવ્યો જ નહીં. યુવતી દ્વારા તેના પરિવારને ફોન કરી  મહેશ ઘરે આવ્યો નથી તેવી જાણ કરવામાં આવી હતી. મહેશના મોબાઈલ ઉપર અનેકવાર અંજલી પટેલ નામની યુવતીના ફોન આવતા હતા જેથી યુવતીને આશંકા છે કે મહેશે તેની સાથે લગ્ન કરી લીધા હોવા જોઇએ.