મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સુરતમાં હવે પોલીસ કર્મચારીઓ અને બ્રિગેડ જવાનોને માટે એક પરીક્ષા માથાનો દુઃખાવો લઈને આવી છે. જોકે આ પરીક્ષામાં ગમે તે બહાના નહીં ચાલે અને પરીક્ષામાં ઉતિર્ણ થયે જ છૂટકો છે. કારણ કે જે પ્રકારે આ પરીક્ષાના નિયમો અને સજાની જોગવાઈ છે તે જાણીને જ તેમના પગ એકીબેકી રમવા લાગ્યા છે. કારણ કે એક બાજુ હાલમાં કોરોનાની સ્થિતિએ ક્યાંય નોકરી નથી તેવા સંજોગોમાં નોકરી જવા સુધીની સજા અહીં અમલમાં મુકાઈ છે. જોકે આ સમગ્ર બાબત પર આપ સમક્ષ પ્રકાશ પાડી રહ્યા છીએ. માટે આવો જાણીએ પરીક્ષા અને તેના વિવિધ નિયમો તથા હેતુ અંગે....

સુરતના નાગરિકોનું ટ્રાફિકના નિયમો અંગેનું જ્ઞાન વધે તે હેતુથી ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોની વૈકલ્પિક ઓનલાઈન કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કસોટીમાં પોલીસ કર્મચારી અને ટ્રાફિક બિગ્રેડના જવાનોને છટકે નહીં માટે ફરિજયાત ભાગ લેવાનો છે. આ પરીક્ષામાં સૌથી વધુ માર્કેસ મેળવનાર પ્રથમ ૧૦૦ પરીક્ષાર્થીઓને ઈનામ આપવામાં આવશે છે. જોકે અહીં ઈનામ મેળવવાનો ટાર્ગેટ રાખવા વાળા ઘણા ઓછા જણાય છે પરંતુ આ કસોટીમાં પાસ થવું જ પડશે નહીં તો ગયા તેવી ભાવના વાળા વધુ હોવાનું જણાય છે.

આ પરીક્ષામાં 50 ટકાથી ઓછા માર્કસ લાવનાર ટ્રાફિક બ્રિગેડના જવાનોને તેમની માનદ સેવામાંથી નામ કમી કરવાનો નિર્ણય લેવાયો છે. મતલબ કે તેવા જવાનોને પોતાની નોકરીથી હાથ ધોવો પડશે. બીજી બાજુ જો પોલીસ કર્મચારીઓ પોતાની કસોટીમાં 50 ટકાથી ઓછા માર્કસ લાવે  છે તો તેમની સર્વિસ શીટમાં તેની નોધ કરવામાં આવશે છે. મતલબ કે આ ભૂલ તેમને તેમના આગામી નોકરીકાળમાં સતત નડશે. જોકે બીજી તરફ ચર્ચા એવી પણ ચાલી રહી છે કે, હાલમાં કોરોના મહામારી વચ્ચે પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનો પોતાના પરિવારની પરવા કર્યા વગર ફરજ બજાવી રહ્ના છે ત્યારે આ નિર્ણયને લઈને ટ્રાફિક બ્રિગેડના જવાનોમાં ભારે છુપો રોષ ફેલાયો છે.

સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ગત તા ૭મી જુલાઈથી લોકોમાં ટ્રાફિકના નિયમો અગે જાગૃતતા લાવવા આઈ ફોલો કેમ્પેઈન હાથ ધર્યું છે જેમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરનાર નાગરિકોનું સન્માન કરવામાં આવે છે. કેમ્પેઈને લઈને સારો પ્રતિસાદ પણ મળી રહ્નો છે. જેને કારણે આ કસોટીનું આયોજન કરાયું છે. આ પરીક્ષા ૨૬મી જુલાઈના રોજ લેવામાં આવશે. પરીક્ષામાં શહેરના નાગરિકોને પણ ભાગ લેવા માટે અપીલ કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસ દ્વારા પરીક્ષાર્થીઓને પ્રમાણપત્ર પણ અપાશે અને સૌથી વધુ માર્કેસ મેળવનાર પરીક્ષામાં અને ૫૦ માર્કસથી વધુ લાવનાર પ્રથમ ૧૦૦ જણાને ઈનામ આપવામાં આવશે .

આ પરીક્ષા થકી શહેર પોલીસ અને ટીઆરબી જવાનોમાં ટ્રાફીકના નિયમોનું કેટલું જ્ઞાન છે તે ચકાસવામાં આવશે. કારણ કે તંત્રનું માનવું છે કે ટ્રાફીકના નિયમો અંગે ખુદ જે નિયમોને પળાવનારા છે તેમને તો તેનું જ્ઞાન હોવું જોઈએ. પરીક્ષામાં ૫૦ માર્કસથી વધુ લાવનાર પ્રથમ ૧૦૦ જણાને ઈનામ આપવામાં આવશે તો બીજી તરફ પોલીસ અને ટીઆરબી દ્વારા પરીક્ષામાં ૫૦ ટકાથી ઉપર માર્કસ લાવવા ફરજિયાત છે જો કોઈ પોલીસ કે ટીઆરબીના ૫૦ ટકાથી ઓછા માર્કસ લાવશે તે ટીઆરબીને માનદ સેવામાંથી નામ કમી કરવામાં આવશે અને પોલીસ કર્મચારીઓને તેમની સર્વિસ શીટમાં આ અંગની નોંધ કરવાનો નિર્ણય કર્યો છે.