મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સુરતમાં પાંડેસરાના વડોદગામે દિવાળીની નાઈટમાં અઢી વર્ષની માસુમ બાળકીના અપહરણ બાદ દુષ્કર્મ કરી હત્યા કરવાના ચકચારીત કેસમાં પોક્સો કોર્ટે આરોપી ગુડ્ડકુમાર યાદવને સોમવારે દોષિત જાહેર કર્યા બાદ આજરોજ ફાંસીની સજા અને ૨૦ લાખ રૂપિયા વળતર ચુકાવાનો હુકમ કર્યો છે. આ દુષ્કર્મ અને હત્યા એટલી ઘાતકી હતી કે તે અંગે જાણીને પણ રૂંવાળા ઊભા થઈ જાય તેમ છે. દીકરીની લાશ સાવ સળી ગયેલી હાલતમાં મળી હતી, એવી રીતે કે તેને જોઈને કોઈ ઓળખી શકે નહીં. ગુપ્તા ભાગેથી આંતરડા પણ બહાર આવી ગયા હતા. આવી નિર્દયતાને ધ્યાને લઈ કોર્ટે આવો આકરો આદેશ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ચકચારીત આ ઘટનામાં પાંડેસરા પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપી ગુડ્ડુકુમાર યાદવને ઝડપી પાડ્યો હતો અને માત્ર સાત દિવસમાં જ ૨૪૬ પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજુ કરી દીધી હતી.  સરકારી વકીલે ૪૩ જેટલા પુરાવાઓનુ લિસ્ટ તૈયારી કરી કોર્ટમાં રજુ કર્યું હતું. ત્યારબાદ છ કેસ કાર્યવાહી મુદતમાં સ્પીડી ટ્રાયલ ચલાવી કેસ પુરો કર્યા બાદ સોમવારે કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો હતો અને આજરોજ એટલે મંગળવારના રોજ સજાનો હુકમ મુલત્વી રાખ્યો હતો. જાકે મુખ્ય સરકારી વકીલ નયનભાઈ સુખડવાલાએ આ કેસને રેરેસ્ટ ઓફ ઘી રેર ગણાવ્યો હતો અને આરોપીને ફાંસીને સજાની માંગણી કરી હતી. તથા આરોપીએ બાળકીની હત્યા નહીં પરંતુ ભારતના ભવિષ્યની હત્યા કરી હોવાની દલીલો કરી હતી.  

Advertisement


 

 

 

 

 

વધુમાં નયનભાઈ સુખડવાલાએ આરોપી ગુડ્ડુકુમાર યાદવને ફાંસીની સજા થાય તે માટે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના વિવિધ ૩૧ ચૂકાદાઓ રજુ કર્યા હતા. કોર્ટે સરકારી વકીલોની દલીલો બાદ આરોપી ગુડ્ડુકુમાર યાદવને દોષિત જાહેર કરી સજાનો હુકમ આજરોજ મંગળવાર ઉપર મુલત્વી રાખ્યો હતો. દરમિયાન આજે આરોપી ગુડ્ડુકુમારને સજા સંભળાવવાની હોવાથી સવારેથી જ કોર્ટમાં વકીલ સહિત લોકોની ભીંડ જેવા મળી હતી. આરોપી ગુડ્ડુકુમારને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપી ગુડ્ડુકુમાર યાદવને ફાંસીની સજા અને સાથે પિડીતાના પરિવારને ૨૦ લાખ વળતર ચુકવવાનોને હુકમ કર્યો હતો.

દીકરીના માતા-પિતા આ ચુકાદાથી થયા ખુશ

આ ઘટનામાં પોતાની પુત્રી સાથે રાક્ષસી કૃત્ય કરનારા આરોપીને જયારે ફાંસીની સજા ફટકારવામાં આવી ત્યારે માસુમ બાળકીના માતા-પિતા ચૌધાર આંસુએ રડી પડ્યા હતા અને કહ્યું હતું કે અત્યંત ટુંકા સમયગાળામાં અમને ન્યાય મળ્યો તે બદલ અમે ખુશ છે. ઉલ્લેખનીય છે કે તેમની દીકરી તો પાછી આવી શકે તેમ નથી પરંતુ આ ન્યાય તેમના માટે દીકરીને મળેલા ન્યાય સમાન હતો.