મેરાન્યૂઝ નેટવર્ક. સુરતઃ કાપોદ્રા પોલીસ મથકમાં પોલીસ સ્ટેશન અમલદાર (પીએસઓ) અને પિકેટના કર્મચારી કામમાં વ્યસ્ત હતા  ત્યારે એક યુવાન પોલીસ  સ્ટેશનમાં જઈ લોકપથી લઈ પોલીસ સ્ટેશનની વીડિયોગ્રાફી કરી હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેની વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે સીસી કેમેરાના ફૂટેજના આધારે તેને પકડી પાડ્યો હતો.

તા.22મીએ એક યુવાન કાપોદ્રા પોલીસ મથક પર પહોંચ્યો હતો. જ્યાં ફરજ પરના પીએસઓ દીપકભાઈ ખોળાભાઈ અને પીકેટ ડ્યૂટી બજાવતાં સમીનાબહેન ઇસ્માઈલભાઈ પોત પોતાના કામમાં વ્યસ્ત હતા તે તકનો ગેરલાભ લઈ એ યુવાને વીડિયોગ્રાફી કરી લીધી હતી. પછી એ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

પોલીસે સીસી કેમેરાના ફૂટેજના આધારે સતીશ વિઠ્ઠલભાઈ મેપાણી (રહેઃ બી-2, 101, સ્ટારધર્મ રેસિડેન્સી, પાસોદરા)ને પકડી પાડ્યો છે. વધુ તપાસ કાપોદ્રાના ઇનચાર્જ પોઈ એન.ડી. ચૌધરી કરી રહ્યા છે.