મેરાન્યૂઝ નેટવર્ક.સુરત: ઓલપાડ તાલુકાના દેસાઈ સમાજના દંપતીએ લોકો સાથે છેતરપીંડી કરી રૂપિયા કમાવવાની યુક્તિ બનાવી પોતાની સાથે અન્ય ઇસમોને એજન્ટ તરીકે રાખી બેંકના ઔતો લોન કરતા એજન્ટ અને ઓતો ડીલર સાથે મળી કમીશન આપવાની લાલચે ઓળખના પુરાવા મળેવી તેના પર વાહનો ખરીદી ત્રાહિત ઇસમોને વેચી અને લોકો સાથે મળી લાખોની છેતરપીંડી કરવાની ઘટનામાં પોલીસે ફરિયાદ નોધી હતી.

વિગતવાર હકીકત મુજબ ૬૩/ સર્વોધ્ય સોસાયટી દેલાડ સાયણ રોડ, તા-ઓલપાડ, જી-સુરત ખાતે રહેતી નીકીતાબેન મહેશભાઈ દેસાઈ અને તેનો પતી મહેશભાઇ ગેલાભાઇ દેસાઇ આ દંપતીએ ભેગા મળી પરા વિસ્તાર ઓલપાડ સાયણ રોડ પર આવેલ શિવાલિક એન્કલેવ ખાતે ઓફીસ બનાવી કામગીરી કરતા આવેલા. ત્યારે ઓલપાડ તાલુકાના જોથાણ ગામે જુનો હળપતિવાસ ખાતે રહેતા વિજયભાઈ ગોમાનભાઈ રાઠોડ કે જેઓ ખાનગી બેંકમાં કોન્ટ્રાક પર પતાવારા તરીકે કામ કરતો હોય તેની સાથે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા રમેશભાઈ આહીર નો દીકરો હેમંત સાથે તેની ઓળખાણ થતા વિજયને પૈસાની જરૂર હોવાની તેને ખબર પડતા તેણે ઓક્ટોબર ૨૦૨૦ માં નિકીતા દેસાઈની ઓફિસે લઈ જઈ મુલાકાત કરાવી હતી.

ત્યારે નિકીતા દેસાઈએ જણાવેલ કે અમે તમારા નામ પર ગાડી લઈને થર્ડ પાર્ટીને વેચાણ કરીશું જે બદલ તમને રૂપિયા ૫૦૦૦ કમીશન પેટે અમે આપીશું. આમ કહી કમીશન આપવાની વાતે લલચાવી નિકીતાની દેસાઈની ઓફિસે કામ કરતો સાજીદ અનવર શેખ રહે,૩/રોયલ રેસીડન્સી દેલાડ પાટિયા, તા-ઓલપાડ એ વિજય રાઠોડના આધારકાર્ડ, ફોટો અને બેંક પાસબુકની ઝેરોક્ષ નકલ જેવા ઓળખના પુરાવાઓ લીધેલા અને કહેલું કે તમારા નામની ગાડી થર્ડપાર્ટીને ટ્રાન્સફર કરીએ ત્યાં સુધી બેંકના હપ્તા અમે ભરીશું. ત્યારે નિકીતા દેસાઈએ કહેલું કે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી અમે બધું સંભારી લઈશું આમ લલચાવી ફોસલાવી ઓળખના પુરાવા સહિતના કાગરો મેળવી ગણેશ ઓટો માંથી એલ.એન.ટી ફાઈનાન્સ ની લોન કરી સ્પ્લેન્ડર પ્લસ ટુવ્હીલર ખરીદી કરી લઈ તે ગાડી જોરાવર નામના ત્રાહિત ઈસમને વેચેલી. ત્યારે ગાડી ખરીદનાર ઇસમ બેંકના હપ્તા ન ભરતા બેંક માંથી વિજય રાઠોડ પર હપ્તા ભરવાની બાબતે ફોન આવતા આ બાબતે નિકીતા દેસાઈનો સંપર્ક કરતા તેણે ધમકી આપતા કહેલુ કે તમારાથી થાય તે કરી લેજો અમે બેંકના હપ્તા નથી ભરવાના.

Advertisement


 

 

 

 

 

આમ પહેલા GJ-05, FX-7023 નંબરની સ્પ્લેન્ડર પ્લસ અને બીજી ઇકો ફોર વ્હીલર આમ બે ગાડી વિજય રાઠોડના નામે ખરીડી ત્રાહિત ઈસમને વેચી પૈસા રોકડા કરી લીધાબાદ બેંકના હપ્તા ન ભરવાથી દેસાઈ દંપતી અને તેની ઓફિસમાં કામ કરતો સાજીદ શેખ તથા બેંક એજન્ટ અને ઓટો એજન્ટ સાથે ભેગા મળી અગાઉથી ગુનાહીત કાવતરૂ રચી વિજય તથા બીજા ઘણા લોકોને પણ ટુ-વ્હીલ તથા ફોર-વ્હીલ વાહનો લોન ઉપર અપાવી તે વાહનો ભાડે મુકી રૂપિયા કમાવી આપવાનો વિશ્વાસ અને ભરોસો આપી, જે તે લોકોના નામે લોન કરી, વાહનો ખરીદ કરી, ખરીદ કરેલ વાહન ભાડે મુકેલ છે તેવુ જણાવી આજ દિન સુધી ભાડાના રૂપિયા નહીં આપી કે વાહન પણ પરત નહીં આપી વાહનો બીજાને આપી દઇ છેતરપીંડી વિશ્વાસધાત કરી ગંભીર પ્રકારનો ગુનો કરવામાં ઓલપાડ પોલીસે નિકીતા અને તેનો પતી મહેશની ધડપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

31 થી વધુ મોટર સાયકલ અને 2 ફોર વ્હીલર ગાડી મળી 15 લોકો સાથે 35 લાખથી વધુની છેતરપીંડી
 
દેસાઈ દંપતીએ રૂપિયા કમાવવાની ગુનાહિત માનસિકતા થી ઓલપાડ ખાતે ઓફીસ બનાવી રોકડ રકમથી કમિશન ની લાલચે અન્ય લોકોના ઓળખના પુરાવા અને બેંક ખાતાના કાગરો મળેવી મોટર સાયકલ અને ફોર વ્હીલર ગાડીઓ ખરીદ ત્રાહિત ઇસમોને વેચવા જેવા ગુનાહિત કૃત્ય થકી એક વર્ષમાં 31 થી વધુ મોટર સાયકલ અને 2 ફોર વ્હીલર ગાડી મળી 15 લોકો સાથે 35 લાખથી વધુની છેતરપીંડી કરી હોવાનું નોધાયું છે.

Advertisement


 

 

 

 

 

નિકીતા દેસાઈ પોતાની વકીલ તરીકેની ઓળખ આપવા સાથે વકીલ જેવો કોટ પહેરી લોકોને ફસાવતી

ઓફીસ બનાવી પોતાની ઓફિસમાં કામ કરતા મળતિયાઓ સાથે મળી લોકોનો સંપર્ક કરી ઓળખના પુરાવા સહિતના કાગરો પર લોન થી વાહન કરી કરવાની કામગીરી કરતી આવેલી ભેજાબાજ નિકીતા દેસાઈ એ પોતે વકીલ હોવાની લોકોને ઓળખ આપતી હતી આટલુંજ નહી પણ તે વકીલ છે તેવું બતાવવા વકીલ જેવો કોટ પહેરીને ઓફિસમાં રહેતી હતી. આટલુંજ નહી પણ ભોગ બનનારા લોકોના કહેવા મુજબ તે અત્યાર સુધી વકીલ છે એવું કહેતા લોકો પોલીસ ફરિયાદ કરતા ડરતા હતા.

મહેશ દેસાઈ એ સુગરના સેર ખરીદ વેચાણ કરવામાં પણ અનેક સાથે છેતરપીંડી કરી છે
 
છેતરપીંડી ના ગુનામાં ઓલપાડ પોલીસના હાથે ઝડપાયેલો મહેશ દેસાઈ સાયણ સુગર ફેક્ટરીમાં નોકરી કરવા સાથે સેર ખરીદ વેચાણ નું કામકાજ પણ કરતો હતો. ત્યારે ઉંચી કીમતે સેર વેચાણ કરવાની લાલચ આપી તેણે અનેક લોકો સાથે રોકડ રકમથી છેતરપીંડી કરી છે.