મેરાન્યૂઝ નેટવર્ક, સુરતઃ એનઆરઆઈ મહિલાની વેસુમાં રેવન્યુ સર્વે નં-૮૮/૩ વાળી ૨૮૦૮ ચોરસમીટર વાળી કિંમતી જમીન તેના ભાઈએ પાવરના આધારે બિલ્ડરને રૂપિયા ૩.૫૦ કરોડમાં વેચી નાંખી હતી. આ વાત એનઆરઆઈ મહિલાને ધ્યાને આવતા તેના પુત્ર, બિલ્ડર સહિત છ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

પાર્લે પોઈન્ટ અંબિકા નિકેતન પાસે જલપરી ઍપાર્ટમેન્ટમાં રહેતા રેખા ઉર્ફે રશ્મિકાબેન ઠાકોર મિસ્ત્રીની વેસુમાં રેવન્યુ સર્વે નં-૮૮/૩ વાળી ૨૮૦૮ ચો,.મી વાળી જમીનની માલીકી ધરાવે છે રેખાબેને આ જમીન મામલે તેના ભાઈ મનિષ બાલકૃષ્ણ જરીવાલા (રહે,ગોલ્ડન પાર્ક સિટીલાઈટ), પ્રિયવત દીપક જરીવાલા, અભિષેક સત્યનારાયણ રાઠી (રહે, પ્રતિષ્ઠા આવાસ સરેલા વાડી, ઘોડદોડ રોડ), યોગેશ બાલકૃષ્ણ જરીવાલા (રહે, શુભ લક્ષ્મી ઍપાર્ટમેન્ટ સિટીલાઈટ), યુતીબેન દીપક જરીવાલા અને પ્રયોશા દીપક જરીવાલા સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં રેખાબેને જણાવ્યું હતું કે તેના ભાઈ મનીષ, ભત્રીજા દીપકને જમીનનો માત્ર પાવર આપ્યો હતો.  તેમને જમીનના વેચાણ અવેજની રકમ સ્વીકારવા કે કબજા સુપ્રત કરવાની કોઈ સત્તા આપી ન હતા. છતાં આરોપઓએ એકબીજાની મદદથી ૨૮ જૂન ૨૦૧૩માં સમગ્ર જમીનનો બિલ્ડર અભિષેક રાઠી સાથે સોદો કરી જમીનના અવેજ પેટે તેની પાસેથી રૂ. ૩,૫૦,૧૧,૨૦૦ની રકમ સ્વીકારી જમીનનો દસ્તાવેજ કરાવી આપ્યો હતો. બનાવ અંગે પોલીસે રેખાબેનની ફરિયાદને આધારે આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.

વેસુમાં આવેલી કરોડોની કિંમતની જમીન બારોબાર પચાવી પાડનારા બે સામે 9 વર્ષ બાદ આખરે ફરિયાદ

બોમ્બે માર્કટની પાછળ સીતારામનગરમાં રહેતા વેપારીની વેસુમાં આવેલી કિંમતી જમીન બોગસ દસ્તાવેજ બનાવી પચાવી પાડવામાં આવી હતી. આ અંગે વેપારીને ધ્યાને આવતા તપાસ કર્યા બાદ  ફરિયાદ નોંધાવતા પોલીસે બે સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

સીતારામનગર સોસાયટીમાં રહેતા મનુ મથુર જીંજાળાની વેસુમાં બ્લોક નં-૩૫૩/૨થી નોંધાયેલી ૧૦૫૦૦ ચોરસ  દસ્તાવેજવાળી જમીનની માલિકી ધરાવે છે, દરમિયાન આ જમીન પર આરોપી કાળુ ભીખા જાગાણી (રહે, સરથાણા જકાતાનાકા) અને મુકેશ વલ્લભ જાગાણી (રહે, સ્વામીનારાયણ નગર વરાછા)ની દાનત બગડી હતી જેથી જમીન પચાવી પાડવા માટે ગત તા. ૬ ફેબ્રુઆરી ૨૦૦૭માં જમીનના બોગસ દસ્તાવેજ બનાવી પચાવી પાડી હતી. આ અંગે મનુ જીંજાળાઍ ફરિયાદ કરતા તપાસ બાદ  પોલીસે કાળુ જાગાણી અને મુકેશ જાગાણી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.