હેમિલ પરમાર (મેરાન્યૂઝ.સુરત): ગુજરાતમાં વધતા ભ્રષ્ટાચારને નાથવા એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા સુરત મહાનગર પાલિકામાં ફરજ બજાવતા અમૃતભાઈ પરમાર જે સાઉથ ઝોન, લિંબાયત આકારણી (બાંધકામ) વિભાગમા ક્લાર્ક તરીકે ફરજ બજાવતા. સુરત  એ.સી.બી.ને મળેલ ફરિયાદને આધારે પ્લોટના સર્વે અંગેની કામગીરી માટે ૫ હજાર લાંચની માંગણી કરેલી, અમૃતભાઈ પરમારને એ.સી.બી.એ છટકુ ગોઠવીને તેને સાંઇ પોઇન્ટ, ડીંડોલી ચાર રસ્તા, સુરત સ્થળ પાસેથી લાંચની માંગણી કરી અને તેમણે સ્વીકારી જેથી એ.સી.બીએ આરોપીને ડીટેન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત મહાનગરપાલિકામાં અમૃતભાઇ વાસ્તાભાઈ પરમાર વર્ગ-૩ ક્લાર્ક તરીકે આકારણી(બાંધકામ)વિભામાં સાઉથ ઝોન, લિંબાયત, માં ફરજ બજાવતા. આરોપી અમૃતભાઈ પરમારએ એક પ્લોટનું સર્વે (માપણી) ના કામ માટે ૫ હજાર ની માંગણી કરી હતી. જે વખતે ફરિયાદીએ સાડાચાર હજાર અમૃતભાઈ પરમારને આપેલા હતા. એક પ્લોટની ખુલ્લી જગ્યા હોવાથી દફતરે (નોંધણી) કરાવવા રીકવીઝીશન ફોર્મ આપવામા આવ્યુ હતુ, પછી અમૃતભાઇ વાસ્તાભાઈ પરમારે એક પ્લોટમાં કરેલ બાંધકામનો વેરો ઓછો કરવા ૫ હજારની લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા નહોતા.

Advertisement


 

 

 

 

 

જેથી ૧૧ જુન ૨૦૨૧ એ એ.સી.બી.ને મળેલી ફરીયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરી આરોપીને ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ૫ હજારની લાંચની માંગણી કરી, અને તેમણે લાંચ સ્વીકારી જેથી એ.સી.બીએ સ્થળ ઉપરથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો.

એ.સી.બી. ટીમમાં સુપર વિઝન અધિકારી એન.પી.ગોહિલ , મદદનીશ નિયામક , એ.સી.બી. સુરત એકમ, એ.કે.ચૌહાણ, પો.ઇન્સ., ફિલ્ડ એ.સી.બી. સુરત તથા એ.સી.બી. સ્ટાફ દ્વારા લાંચનું છટકું ગોઠવીને અમૃતભાઈ પરમાર (આરોપી)ને ૫ હજારની લાંચ લેતા ઝડપી પાડયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.