મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ 'મારો શીશું મારી જાણ, મેં ગળું દબાવીને મારી નાખ્યો, મારું ઢીંગલું, આઈ લવ યુ સો મચ રીશુ, એ દીવકતે તો એની જીંદગી બરાદ થઈ જતે, મારા હાથ બીજ ધ્રુજતા હતા, મારા ઠીંગલાને મારતા હું બી રડતી હતી, કાશ સતિષ તુ સમજતે તારી મા સમજતે, મને ને રીશુ ને તારી બૌ જરૂર હતી, તું અને ભાવના ક્યારેય પણ નહીં સુધરો અને તમને સપોર્ટ કરવા વાળી તારી માં, મારું ઘર તોડવા વાળી તારી માં, જો ઘર કરવાનું જ નહીં હોય તારી માંએ તો લગ્ન શું કામ કરાવ્યા, શું કામ મારી જીંદગી બરબાદ કરી, ભાવના સાથે તારું ફેર હતું મને જ્યારે ખબર પડી તે જ દિવસે હું આત્મહત્યા કરવાની હતી, પન માં બાપના વિચાર કરીને હું અટકી જતી. હું ભાવનાથી અને તારી માંથી બૌ જ નફરત કરું છું, મારું ઘર તોડી નાખ્યું, તારી માંએ. મારો દીલનો ટુકડો મારી જાન, મારો રીશું, સોરી દીકરા આવી રીતે તને મારવા માટે' આ શબ્દો છે તે માતાના જેણે આત્મહત્યા કરી લીધી અને તે પહેલા પોતાના ત્રણ વર્ષના પુત્રનું ગળું દબાવી તેની હત્યા કરી નાખી. આ ઘટના સુરતની છે, સુરતના રાંદેર ઉગત રોડ વિસ્તારમાં આ ઘટના બની છે જેની તપાસ પોલીસે આરંભી દીધી છે જેમાં તે મહિલાના પતિના ભાભી સાથેના આડા સંબંધો કારણભૂત હોવાનું પ્રારંભીક તપાસમાં સામે આવ્યું છે.
Advertisement
 
 
 
 
 
ઘટના સ્થળ પર એક ઘટના સ્થળ પર બાળકની દૂધની બોટલની બાજુમાં ચાકુ અને લોહીના છાંટા પણ હતા. તેણીએ પુત્રનું ગળું દબાવ્યું હતું અને હાથની નસ કાપી નાખી હતી. 31 વર્ષની પ્રિય વંદના ઉર્ફે પીંકી અને 3 વર્ષિય રિશુ સવારે ઉઠ્યા નહીં, જેથી તેની માતાને ઉઠાડવા ત્યાં મોકલી અને દરવાજો ખોલ્યો તો બંને મૃત અવસ્થામાં હતા. મૃતક મહિલાના પિતા અરવિંદભાઈનું કહેવું છે કે, હું બાજુમાં જ હતો ત્યાં દોડી ગયો અને 108ને જાણ કરી. તેના ઈએમટી સ્ટાફે બંનેને મૃત જાહેર કર્યા હતા. પીંકીનો પતિ એલએન્ડટીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરે છે.
છેલ્લા સાડા ત્રણ વર્ષથી દીકરીએ સાસરી છોડી પિયરમાં આશરો લીધો હતો. પ્રેગ્નેન્સીને લઈને અગાઉથી જ તેના સાસુ અને જમાઈ સતત માનસિક રીતે હેરાન કરી મુકતા હતા. સીમંતના એક દિવસ પહેલા દીકરી ઘરે આવી ગઈ અને સીમંત વગર જ તેણે દીકરાને જન્મ આપ્યો. તેના માટે આ એક પીડાદાયક સમય હતો જ્યારે તેનો પુત્ર પિતાની એક નજર વગર તે મોટો થઈ રહ્યો હતો.
પરિવારના જણાવ્યાનુસાર, તે ગર્ભવતી હતી ત્યારે સાતમા મહિને દીકરી અને તેના ગર્ભમાં ઉછળી રહેલા બાળકને કમળો થયો હતો તે વખતે તેના પિતા અને પરિજનો ઘણી હોસ્પિટલ્સમાં તેની સારવાર માટે દોડ્યા પરંતુ સાસરિયા એક વખત જોવા પણ આવ્યા નહીં. ત્રણ વર્ષ સુધી જમાઈ કે તેના સાસરિયા જોવા પણ આવ્યા નહીં અને પિંકી માટે આ બહુ લાંબો સમય હતો.
Advertisement
 
 
 
 
 
તેના પિતાનું કહેવું છે કે, મારી દીકરીએ હોમ સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે ત્યારબાદ હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો હતો. બસ હું એટલું જ ઈચ્છું છું કે મારા વેવાઈઓને કડકમાં કડક સજા થાય. એમ મા પોતાના લાડકા દીકરાની હત્યા કેવી રીતે કરી શકે, મારી દીકરીને આવું પગલું ભરવા માટે મજબૂર કરનાર આખી જિંદગી જેલમાં સડેએ જોવા માગું છું. પિતાની જવાબદારીથી ભાગતા પતિને જોઈ પત્ની માનસિક તણાવમાં હતી. રીશુને પ્લે ગ્રુપમાં મુકવા પણ પૈસા ન હોવાનું કહ્યું ત્યારે તે સાવ તૂટી ગઈ હતી. પિતા તરીકે તે જવાબદારીઓથી ભાગવા લાગ્યો હતો. તે કહેતી કે મારે તો સતિષ સાથે જ રહેવું છે તે નહીં તો કોઈ નહીં.
તેના પિતાએ કહ્યું હતું કે, મને અંદાજ પણ ન્હોતો કે તે આવું પગલું ભરશે. પોલીસને જ્યારે આ ઘટનાની જાણ થઈ ત્યારે પોલીસે અંતિમ ચિઠ્ઠી આધારે તેની તપાસ શરૂ કરી હતી. તેની સ્યૂસાઈડનોટમાં પતિના અફેર અને પતિને સપોર્ટ કરનારી તેની માતા સામે આક્ષેપો કરવામાં આવ્યા છે.