મેરાન્યૂઝ નેટવર્ક, સુરત : સુરતમાં મેયર માટે બનવાવામાં આવેલા વૈભવી બંગલામાં મેયર હેમાલીબેન બોઘાવાલા રહેવા ગયા છે. જ્યાર બાદ હવે આ બંગલાનું લાઇટ બિલ પણ આવવાનું શરૂ થઇ ગયું છે. મેયર રહેવા ગયા બાદ આ બંગલાનું લાઇટ બિલ 51 હજાર 890 રૂપિયા આવ્યું છે. ઝોને પણ આ બિલ ભરવા માટે અને તે સહિતના યુટિલિટી ખર્ચાની સત્તા સ્થાયી સમિતિ સમક્ષ માંગતાં ગત બેઠકમાં ઠરાવ કરી દેવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે મેયર મે મહિના અંતમાં મેયર મહેલમાં કુંભ ઘડો મુકી આવ્યા બાદ રહેવા ગયા હતા ત્યારે મે મહિનાનું ઇલેકટ્રીક બિલ માત્ર રૂપિયા 12,120 અને બીજા બે બિલ 3560-3560ના આવ્યા હતાં.  સુરતમાં મેયરનો બંગલો પાચ કરોડ રૂપિયાના ખર્ચે બન્યો હોવાનું જાણવા મળ્યું છે. તેના બાંધકામની કામગીરી ચાર વર્ષ સુધી ચાલી હતી. 

Advertisement


 

 

 

 

 

મેયરના બંગલમાં સિક્યુરિટી કેબિન, સર્વન્ટ ક્વાર્ટસ, વેઈટિંગ એરિયા, ઓફિસ, ગેસ્ટ રૂમ, ફોર્મલ લિવિંગ રૂમ, ફોર્મલ ડાઈનિંગ રૂમ, મેડીટેશન રૂમ, માસ્ટર બેડ રૂમ, કિચન, સ્ટોર રૂમ, યુટિલિટી રૂમ, ફેમિલી ડાયઇનિંગ, ફેમિલી શીટિંગ, પૂજા રૂમ, બેડરૂમ , કોર્ટયાર્ડની સુવિધા છે.