મેરાન્યૂઝ નેટવર્ક.સુરત : રાજ્યમાં વધુ પૈસા કમાવાની લાલચમાં અવારનવાર સરકારીબાબુ દ્વારા  લાંચના બનાવો સામે આવતા  હોય છે. તેવામાં આવો વધુ એક બનાવ સુરતમાં સામે આવ્યો છે. સુરતના વકીલની પત્નીની વારસાઈ જમીનમાં પેઢીનામાં બનાવવાની કાયદેસરની કામગીરી માટે 30 હજારની ગેરકાયદે લાંચ માંગનાર મજુરા રેવન્યુ તલાટી તથા તેનો વચેટીયા એસીબીના હાથએ ઝડપાઇ ગયા છે. 

મળતી માહિતી મુજબ ફરીયાદીના પત્નીએ વડીલોપાર્જીત જમીનમાં વારસાઇ કરવાની હતી. તે માટે તેઓ પેઢીનામુ કરવા માટે મજુરા રેવન્યુ તલાટીને જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરવામાં માટે ગયા હતા.પેઢીનામું બનાવીને બાદમાં અસલ પેઢીનામું આપવા માટે મજૂરાના તલાટીએ વકીલને અનેક વાર  ધક્કા ખવડાવ્યા હતા અને ત્યાર બાદ તલાટી હિરેનકુમાર ગોસાઇભાઇ પટેલેએ  તેમની પાસે રૂપિયા 30,000ની માંગણી કરી હતી. જેના કારણે વકીલે એસીબીનો સંપર્ક કર્યો હતો.

Advertisement


 

 

 

 

 

ફરિયાદી લાંચની આ રકમ આપવા માંગતાં ન હતા. તેથી તેને સુરત ગ્રામ્ય એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જેને કારણે લાંચના છટકું ગોઠવવામાં આવ્યું હતું. એસીબીએ છટકુ ગોઠવ્યું હતું ત્યારે તલાટીએ  વકીલને પોતાની ઓફિસની બાજુના શૌચાલયમાં લઈ ગયા હતા ત્યારે તેનો સાગરીત હિરેન પટેલ પણ સાથે હતો અને લાંચની રકમ તેને આપવાનું કહ્યું હતું.લાંચની રકમ સ્વીકારતા એસીબીએ બંનેને રંગેહાથ ઝડપી લીધા હતા. 

લાંચ માંગનાર મજુરા રેવન્યુ તલાટી તથા તેના વચેટીયાની એસીબીએ ગઈકાલે ધરપકડ કરી આજે ખાસ અદાલત સમક્ષ રજુ કરી પાંચ દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજુર કરતો હુકમ કર્યો છે.