મેરાન્યૂઝ નેટવર્ક, સુરત:  સુરતના અલથાણમાં પોલીસે બાતમીના આધારે મધરાત્રે એક બંગલામાંથી દારૂ મહેફિલ પર દરોડો પાડી દસ લોકોની ધરપકડ કરી છે. ખટોદરા પોલીસને બાતમી મળી હતી કે, અલથાણ સેકન્ડ વીઆઈપી રોડ પર બાલાજી બંગ્લોઝના એક મકાનમાં દારૂની મહેફિલ ચાલે છે. જેના આધારે શુક્રવારે મોડીરાત્રેે પોલીસે બંગલામાં રેડ કરતા 10 વેપારીઓ દારૂની મહેફિલ માણતા પકડાયા હતા.

પોલીસે બંગલામાંથી 3 દારૂની બોટલો અને એક હુક્કો, સહિતનો સામાન કબજે કર્યો હતો. બંગલામાં ભાડેથી રહેતા આર્કિટેક ધ્રુપદ રાઠોડે મિત્રો સાથે દારૂની પાર્ટીનું આયોજન કર્યું હતું. મોડીરાત્રે ખટોદરા પોલીસે ફરિયાદ લેવાની તજવીજ શરૂ કરી છે. પકડાયેલા આરોપીઓ આર્કિટેક, કાપડ વેપારી, ફોટોગ્રાફી, સહિતના અલગ અલગ વેપાર ધંધાઓ સાથે સંકળાયેલા છે. 

Advertisement


 

 

 

 

 

મહેફીલમાં પકડાયેલાના નામોની વિગતો

ધ્રુપદ જયંતીભાઇ રાઠોડ(36) –આર્ટીટેક(રહે, બાલાજી બંગ્લોઝ, સેકન્ડ વી.આઇ.પી રોડ)

ચારુલ જીતેંદ્ર બારોટ(32)- નોકરી(રહે, અમીકુંજ સોસા,ઘોડદોડ રોડ)

રુશી હિતેશકુમાર શાહ(30) -પ્રીંટીંગ પ્રેસ(રહે, એલ.બી.પાર્ક, ઘોડદોડ રોડ)

વત્સલ પારસ ઓઝા(30)-નોકરી(રહે, સાંઇવિહાર રો હાઉસ, અડાજણ)

અભિષેક પંકજ ભાઇ શાહ(28)- વેપાર(રહે,સ્વીટ હોમ એપા. ઘોડદોડ રોડ)

જય હિતેંદ્રભાઇ દેસાઇ(31)-નોકરી(રહે,સન્નીવાસ ફ્લેટ, ઘોડદોડ રોડ)

આશીષકુમાર ભગવતીલાલ થેમસે(49)-નોકરી(રહે, નેસ્ટવ્યુહ એપાટ, અલથાણ)

હીરેન અમૃતલાલ ભગવાગર(36)-દલાલી(રહે, બેજનજી કોટનજી ચાલ,નાનપુરા)

નીશાંત અનીલકુમાર મશરુવાલા(30) ફોટોગ્રાફી(રહે,અંબાનગર,સુરત)

વિષ્ણુ ભુપેન્દ્રભાઈ મશરુવાલા(32)-ટેક્ષટાઇલ્સ(રહે,ઓરોવીલ સોસા,ભટાર)