દેવલ જાદવ (મેરાન્યૂઝ.અમદાવાદ): ગુજરાતમાં છેલ્લા નવ મહીનાથી ગુજસીટોકના ગુનામાં ભાગતાં ફરતા ગુનેગારને ગુજરાત એ.ટી.એસ. દ્વારા મહારાષ્ટ્રથી પકડી લેવામાં આવ્યો છે. ૧૧મી જેન્યુઅરી ૨૦૨૧ના રોજ મહોમ્મદ અશરફ નાગોરી વિરુદ્ધ સુરતમાં ગુજસીટોક કાયદા અંતર્ગત ગુનો નોંધાયો હતો ત્યારે બાદ આ આરોપી સુરતથી ફરાર થઈને ભાગતો ફરતો હતો. આ અગાઉ ૨૦૦૩થી ૨૦૧૦ મહોમ્મદ અશરફ નાગોરીને ૭ વર્ષની જેલની સજા પણ થયેલી છે.

સુરતમાં મહોમ્મદ અશરફ નાગોરી વિરુદ્ધ ફરિયાદ નોંધ્યા બાદ તે સુરતથી ફરાર થઈ ગયો હતો અને પશ્ચિમ બંગાળમાં ખોટું નામ રાખીને રહેતો હતો. પશ્ચિમ બંગાળ ૨-૩ મહિના રહ્યા બાદ તે ભાગીને મહારાષ્ટ્રના નવાપુરા ભાગી આવ્યો હતો. આ વાતની બાતમી અમદાવાદ એ.ટી.એસના પોલીસ ઇન્સ્પેકટર સી. આર. જદાવને મળતા તેમણે પોતાની ટીમ સાથે મહારાષ્ટ્ર જવા રવાના થયા હતા.  મહારાષ્ટ્રમાં એ.ટી.એસની ટિમ દ્વારા ટેકનીકલ સપોર્ટ અને હ્યુમન સર્વેલન્સના આધારે આરોપી મહોમ્મદ અશરફ નાગોરીની ધરપકડ કરી હતી.

Advertisement


 

 

 

 

 

આરોપીની ધરપકડ કરીને હાલ અમદાવાદ એ.ટી.એસ ખાતે લાવવામાં આવ્યો છે જ્યાં તેની પૂછપરછ કરવામાં આવશે અને ત્યાર બાદ આરોપીને સુરત પોલીસને સોંપવામાં આવશે. મહોમ્મદ અશરફ નાગોરી વિરુદ્ધ અગાઉ હત્યાનો પ્રયત્ન, ખોટા દસ્તાવેજ બનાવીને છેતરપિંડી કરવી અને આર્મ એકટ જેવા ગુણના નોંધાયા છે. આમ તેના પર કુલ 13 જેટલા ગુણ નોંધાયા છે. અગાઉ ૨૦૦૩માં સુરત અને અમદાવાદમાં પોટા (POTA) હઠેળ પકડવામાં આવ્યો હતો. ૨૦૧૩ અને ૨૦૧૫માં સુરત પોલીસે પાસા(PASA) પકડ્યો હતો. અને ૨૦૦૫ થી ૨૦૧૦ દરમ્યાન સુરતમાં હસમુખ લાલવાલા ઉપર ફાયરીંગ કેસમાં ૭ વર્સની સજા કરવામાં આવી હતી. 2003 દરમિયાન આરોપીને પોટા ( POTA ) એકટ અંતર્ગત ધરપકડ કરવામાં આવી હતી જેમાં તેની પાસે 11 જેટલી પિસ્તોલ મળી આવી હતી જેમાં પણ તેને 7 વર્ષની સજા આપવામાં આવી હતી.