મેરાન્યુઝ નેટવર્ક. સુરત : સુરતમાં આવેલી કડોદરા જીઆઈડીસીમાં એક ફેક્ટરીમાં આજે વહેલી સવારે આગ લાગી હતી. રિવા પ્રોસેસ કંપનીમાં આજે વહેલી સાવરે અચાનક આગ લાગી ગઈ હતી. આ સમયે મોટી સંખ્યામાં કારીગરો કંપનીમાં હજાર હતા જેને કારણે દોડધામ મચી ગઈ હતી. એક કારીગરે તો પોતાનો જીવ બચાવવા માટે પાંચ માળની બિલ્ડીંગ પરથી કૂદીને જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ જમીન પર પટકાવવાના કારણે તનું મોત નીપજ્યું હતું.

ફાયર વિભાગને જાણ થતા જ તેમના દ્વારા રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવી હતી. કડોદરા ફાયર સ્ટેશન દ્વારા 10 ગાડીઓ અને બે હાઇડ્રોલિક ક્રેન દ્વારા રેસ્ક્યુની કામગીરી શરૂ કરવાં આવી હતી. પ્લાસ્ટિકની બેગ અને યાર્ન બનવવાના માટીરીયલના કારણે આગ લાગી હોય તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે. બેસમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગવાને કારણે ઉપરના માળ પર કામ કરી રહેલા કારીગરોમાં દોડધામ મચી ગઈ હતી. એક કારીગરે તો બિલ્ડિંગના પાંચમા માળેથી કૂદીને પોતાનો જીવ ગુમાવ્યો હતો.

ફાયરબ્રિગેડ દ્વારા હાઇડ્રોલિક ક્રેનની મદદથી બિલ્ડીંગમાં ફસાયેલા કારીગરોને રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી હતી. અંદાજિત 100 થઈ 150 કારીગરોને ક્રેનની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. ફાયર વિભાગના અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે હજુ રેસ્ક્યુની કામગીરી ચાલુ છે અને આગ લાગવાનું પ્રાથમિક કરણ માટીરીયલમાં આગ લાગી હોવાનું લાગી રહ્યું છે. ચોક્કસ કરણ તો આગળ વધુ તાપસ કરતા જાણવા મળશે.