મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સુરતના ચકચારી સ્મીમેર હોસ્પિટલની ગર્લ્સ હોસ્ટેલમાં મહિલા ડોક્ટર જીગીશા આપઘાત કેસમાં કમિટિએ રિપોર્ટ સબ્મીટ કર્યો છે. ડો. જીગીશાનું મોત ઘેનના ઈન્જેક્સનના ઓવરડોઝને પગલે થયું હતું પરંતુ તેના આપઘાત પાછળનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પ્રારંભીક તબક્કે એવું મનાતું હતું કે તબીબો દ્વારા અપાતા વર્કલોડ અને હેરેસ્મેન્ટને કારણે તેણીએ આપઘાત કર્યો હતો પરંતુ કમિટિના તપાસ રિપોર્ટમાં તબીબોને ક્લીનચીટ મળી ગઈ છે.
ઘટના એવી હતી કે મૂળ મહુવાની વતની અને સુરતની સ્મીમેર હોસ્પિટલની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી ગાયનેક વિભાગની પીજીમાં પ્રથમ વર્ષનો અભ્યાસ કરતી રેસીડેન્ટ ડોક્ટર જીગીશા પટેલ (ઉં. 26)એ 24મી ઓક્ટોબરે પોતાના રૂમમાં ઘેનના ઈન્જેક્સન પ્રોપાફોલ અને મીડાઝોલામનો વધુ પડતો ડોઝ લઈને પોતાનું જીવન ટુંકાવી દીધું હતું. આ કેસમાં તેણીએ રૂમનો દરવાજો બંધ કરી આપઘાત કર્યો હતો. જ્યારે તેની રૂમ પાર્ટનર અન્ય મહિલા ડોક્ટર રૂમ પર ગઈ ત્યારે રૂમ બંધ હતો.
Advertisement
 
 
 
 
 
તેણીએ વારંવાર ખટખટાવ્યા છત્તાં દરવાજો ન ખુલતા માર્શલ્સ દ્વારા દરવાજો તોડી દેવાયો હતો અને જીગીશા રૂમમાંથી મૃત અવસ્થામાં મળી આવી હતી. જે તે સમયે એવી બાબત ચર્ચાઈ રહી હતી કે ઉપરી તબીબોના ત્રાસ અને કામના પ્રેશરને કારણે તેણે આ પગલું ભર્યું હશે. જોકે તે કેસમાં કમિટિની રચના કરાઈ હતી અને 3 વિભાગના વડાઓને કમિટિની તપાસ બાદ ડીનને રિપોર્ટ સુપરત કરવામાં આવ્યો હતો. જેમાં પ્રોફેસર, ટીચર, સીનિયર રેસિડેન્ટ, નર્સ અને સફાઈ કામદારી સહિત 20 વ્યક્તિઓના નિવેદનો લેવાયા હતા. જોકે તપાસ દરમિયાન કોઈનું નિવેદન પણ સામે આવ્યું ન્હોતું કે જીગીશાને વર્કલોડ કે હેરેસમેન્ટ કરવામાં આવી રહ્યું હોય.
ડીન ડો. જીતેન્દ્ર દર્શને કહ્યું કે, તપાસ કમિટિ દ્વારા રિપોર્ટ સબ્મીટ કરવામાં આવ્યો છે. જેમાં પ્રોફેસરથી લઈને સફાઈ કામદાર સુધીની વ્યક્તિઓના નિવેદનો લેવાયા હતા પરંતુ ડોક્ટરની જીંદગી સાથે શું થયું કે તેને વધુ વર્કલોડ હોય તેમાં ડોક્ટર્સ કે કોઈનું દબાણ હોય તેનું કારણ સામે આવ્યું નથી, તેવું કોઈ તથ્ય સામે આવ્યું નથી.