મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ કલેકટર દ્વારા કોવિડ-૧૯ના કામે આવશ્યક સેવામાં રોકાયેલી વ્યકિતઓને પાસ ઈશ્યૂ કરવામાં આવી રહ્યા છે. જે પાસ ઉપરથી કોઇ વ્યક્તિ ડુપ્લિકેટ પાસ બનાવે તેવી તો અત્યારના સંજોગોમાં કોઈને અંદાજો પણ ન હતો. આમ છતાં ગુનાહીત માનસ ધરાવતા બે યુવાનોએ ડુપ્લિકેટ પાસના આધારે માર્કેટમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે બન્નેને અટકાવી 3  ડુપ્લિકેટ પાસ કબજે કર્યા હતા. આ નકલી પાસ કોમ્પ્યુટરના માધ્યમથી ડીજીટલ બનાવવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ થયું હતું.

પુણા પોલીસના જણાવ્યા મુજબ સ્ટાફના માણસોએ બુધવારે  સાંજે સાડા છ વાગ્યાના આરસામાં અવધ ટેક્ષટાઈલ માર્કેટ પાસેથી ઐયુબ હૈદર શેખ (ઉ.વ. ૫૦, રહેઃ  ખ્વાજાનગર માન દરવાજા) અને મોહમંદ ફારૂક અબ્દુલમુનાફ શેખ (ઉ.વ.૩૫, રહે, અલ અમીન એપાર્ટમેન્ટ, ગોવિંદનગર, લિંબાયત)ને અટકમાં લીધા હતા. પોલીસે બંને પાસેથી જિલ્લા કલેકટર અને મેજિસ્ટ્રેટ દ્વારા કોવિડ-૧૯ના કામે આવશ્યક સેવામાં રોકાયેલી વ્યકિતને આપવામાં આવતા 3 ડુપ્લિકેટ પાસ મળી આવ્યા હતા. પાસ જાઈને પોલીસને શંકા જતા બંને જણાને

આરોપીઓએ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની સહીવાળા કોરા પાસમાં કરેલ સહી સિક્કાવાળા ફોરમેટની કોપી કરી તેને કોમ્પ્યુટરના માધ્યમથી ડીજીટલ કોપી કરી તેની પ્રિન્ટ કરીને પાસ  બનાવ્યા હતા. આરોપી પાસ બોગસ હોવા છતાંયે તેનો ઉપયોગ માર્કેટમાં પ્રવેશ કરવાના હેતુથી બનાવી પોતાની પાસે રાખ્યા હોવાની કબૂલાત કરી હતી.