હેમિલ પરમાર (સુરત): સુરતમાં નશાખોરો સુધી ડ્રગ્સ પહોંચતા પહેલા જ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે કરી કાર્યવાહી. ૧ મહિલા સહિત ૪ આરોપી ડ્રગ્સ વેચનાર આરોપીઓને દબોચ્યા. આ ચાર આરોપી પાસેથી ૧૨ લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે ડીંડોલી બ્રિજ નીચે ટી પોઇન્ટ, સુરત શહેરમાંથી ચારેય આરોપીઓને ઝડપી પાડયા છે.

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરમાં ડ્રગ્સની હેરાફેરી અટકાવવા અને યુવાનોમાં નશીલા પદાર્થનું સેવન કરતા અટકાવવા "ડ્રગ્સ મુક્ત સુરત" ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં ક્રાઈમ બ્રાન્ચને આ ડ્રગ્સની હેરાફેરીના પકડી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને સ્પેશિયલ ડ્રાઇવ યોજી હતી. પોલીસને મળેલ બાતમીના આધારે ડીંડોલી બ્રિજ નીચે ટી પોઇન્ટ પરથી એક મહિલા સહિત ૪ આરોપીઓને દબોચ્યા. તેમાં સફેદ કલરની hyundai Accent કાર (GJ 23 AT 3865) ડ્રાઇવર એક મહિલા સહિત ચાર આરોપીઓને ઝડપ્યા. પકડાયેલા આરોપીઓમાં કમલેશ શાંતિલાલ ડુંગડ (ઉ. ૩૮) રહે. પાલી (રાજસ્થાન), વિકાસ કુમાર ઉર્ફે વિકી હસમુખભાઈ પટેલ ઉ. ૨૭ રહે. પેટલાદ (આણંદ), કૃષ્ણાદંત સુરેશચંદ્ર દુબે ઉ. ૩૬ રહે. ઉત્તર પ્રદેશ, પૂજા રાજેશ્વર મોહન ગુપ્તા ઉ.૨૫ રહે. બિહાર સહિતને દબોચ્યા. આ ચારેય આરોપીઓને ધરપકડ કરીને ક્રાઈમ બ્રાન્ચે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જેમાં મળેલા મેફેડ્રોન ડ્રગ્સ 73 ગ્રામ, મોબાઇલ ફોન (૬ નંગ), રોકડા રૂપિયા, ડીજીટલ વજન કાંટો, હુન્ડાઈ એસેન્ટ કાર, આધારકાર્ડ (૧ નંગ), ડ્રાઇવિંગ લાઇસન્સ (3 નંગ) સહિતના મુદામાલ કબજે કરી ક્રાઈમ બ્રાન્ચે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.