મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ ગુજરાતમાં અમદાવાદ, સુરત સહિતના ચાર મહાનગરોમાં રાત્રી કરફ્યૂ છે. રાત્રે 9થી 6 વાગ્યા દરમિયાન યોગ્ય કારણ વગર કોઈને બહાર નીકળવાની પરવાનગી નથી. જોકે તેની પાછળનું કારણ કોરોનાનો ફેલાવો રોકી શકાય તેવો છે. હવે કોરોના સમયમાં લોકોની સેવા શનિ અને રવિવારે પણ કરી શકાય તે માટે સુરત કોર્પોરેશનની તમામ ઓફીસને ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સામાન્ય દિવસોમાં રવિવારની રજા હોવા છતાં આ દિવસે પણ કોર્પરેશનના કર્મચારીઓ કામ કરતા હોય તે જાણીને ઘણા ચોંકી ગયા છે. ખુદ કોર્પોરેશનના કર્મચારીઓ માટે પણ આ નિર્ણય ચર્ચાનો વિષય બની ગયો છે. કોર્પોરેશનના કમિશનર બચ્છાનિધિ પાનીએ આ અંગેનો આદેશ કરી દીધો છે અને અમલવારીની જવાબદારી પણ વિભાગીય વડાઓને સોંપી છે