મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સુરતમાં તક્ષશિલા નામના ક્લાસીસમાં આગ લાગવાને કારણે 22 વિદ્યાર્થઓ અને વિદ્યાર્થિનીઓના મોત થયા હતા. બાળકોએ રિતસર બિલ્ડીંગમાંથી કુદકા માર્યા હતા. આવી ભયાનક ઘટનાને કારણે સમગ્ર ગુજરાત નહીં દેશ હચમચી ગયો હતો. આગ લાગ્યાના થોડા સમયાં ગુજરાત ભરમાં ફાયર બ્રિગેડ અને બિલ્ડીંગ પરમિશન વગેરે બાબતોને લઈ લોકોએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને લોકો સતત તંત્ર પર કડક પગલાની માગ કરી રહ્યા હતા. આ અંગે થોડા વખત પહેલા પોલીસના હાથે પાલિકાનો જુનિયર ઈજનેર અને આ કેસમાં આરોપી એવા શખ્સના રિમાન્ડ પુર્ણ થયા હતા જે બાદ કોર્ટે તે તમામ 11 આરોપીઓને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા હુકમ કર્યો હતો.
સુરત પોલીસ દ્વારા જુનિયર ઈજનેર અતુલ ગોરસાવાલાના રિમાન્ડ પુરા થયા પછી બે દિવસના રિમાન્ડ મેળવ્યા તે પછી વધારાના રિમાન્ડની માગણી કરી હતી. જોકે કોર્ટે રિમાન્ડ ન આપી ઈજનેર સહિત 11 શખ્સોને જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો. પોતાની ધરપકડથી બચવા અતુલ ગોરસાવાલાએ હાઈકોર્ટમાં આગોતરા જામીન માગ્યા હતા પરંતુ તે પણ કોર્ટ દ્વારા નામંજુર કરાવાયા પછી તેની પોલીસે ધરપકડ કરી હતી.