મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ શહેરમાં કોરોના વાયરસના ૧૧ શંકાસ્પદ દર્દી નોંધાયા હતા જેમાંથી ૧૦ જણાના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રઍ હાશકારો અનુભવ્યો છે. હાલમા સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ ૬ દર્દી પૈકી ચારની હાલત સ્ટેબલ છે જયારે બે જણાની નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. સાથે જ આજે રાજકોટમાં કોરોના દર્દીના સંપર્કમાં આવનાર ચાર વ્યક્તિઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. રાજકોટ આરોગ્ય વિભાગ (Health Department) દ્વારા 11 જેટલા લોકોના સેમ્પલ પરીક્ષણાર્થે જામનગર મોકલવામાં આવ્યા હતા. ત્યારે 11 પૈકી 8 જેટલા લોકોના સેમ્પલ નેગેટિવ આવ્યા છે. જ્યારે કે ત્રણ જેટલા લોકોના સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. આમ ગુજરાતમાં કુલ કેસ 44 હતા જે હવે વધીને 47 થયા છે.

શહેરમાં ગઈકાલે વધુ ૧૧ કેસ કોરોનાના શંકાસ્પદ નોંધાયા હતા. જેમાં વરાછા વિસ્તારમાં રહેતી અને સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવતી ૨૪ વર્ષીય મહિલા, વૈષ્ણોદેવીનો પ્રવાસ કરી પરત આવેલી રાંદેરની ૭૨ વર્ષીય વૃદ્ધા, મુંબઇથી પરત આવેલી પનાસની ૩૦ વર્ષીય મહિલા, દિલ્હીનો પ્રવાસ કરી આવેલા વરિયાવી બજારના ૬૫ વર્ષીય વૃદ્ધ, હૈદરાબાદનો પ્રવાસ કરી પરત આવેલા અડાજણના ૨૩ વર્ષીય યુવક, નાનપુરામાં રહેતા અને પ્રાઇવેટ હોસ્પિટલમાં ફરજ બજાવતા ૫૮ વર્ષીય કર્મચારી, રાજકોટનો પ્રવાસ કરી આવેલા અડાજણના ૬૦ વર્ષીય વૃધ્ધા, ભટાર ખાતે રહેતા અને વાઘોડિયાની પ્રાઇવેટ હોસ્પિટલના ૩૦ વર્ષીય મહિલા કર્મચારી, તુર્કીનો પ્રવાસ કરી ૧૮ તારીખે આવેલા સિટીલાઇટના ૪૫ વર્ષીય મહિલા તેમજ કોઇ પણ ટ્રાવેલ હિસ્ટ્રી ન ધરાવતા ઘોડદોડ રોડના ૫૪ વર્ષીય મહિલા અને પાડેસરાના ૨૮ વર્ષીય યુવકને શંકાસ્પદ લક્ષણો જણાતા દાખલ કરાયા હતા. તેમના સેમ્પલ લઇ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. દરમિયાન શુક્રવારે આ શંકાસ્પદ ૧૧ પૈકી ૧૦ જણાના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.