મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સુરતમાં ડિંડોલી બ્રિજ પર સિટી બસ દ્વારા બે બાઈકને અડફેટે લેવાતા ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા છે. અકસ્માત થતાં જ અન્ય વાહનો થોભી ગયા હતા અને તુરંત લોકો દોડી આવ્યા હતા જોકે તેમ છતાં બાળકો સહિત એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. બેફામ બસ હંકારીને લોકોના જીવ જોખમાય તેવી રીતે ચલાવતા બસ ચાલકોને કયા ઉતાવળના આંબા પકાવવાના હોય છે તે ખ્યાલ નથી આવતો પરંતુ આ જ ઉતાવળ લોકોના પરિવાર ફૂંકી મારતી હોય છે.

સુરતના ડિંડોલી બ્રીજ પર એક બાઈક પર એક યુવક અને પોતાના કાકા ત્રણ બાળકોને લઈ નગર પ્રાથમિક શિક્ષણ કલ્યાણજી વિથથલ મહેતા શાળામાં જઈ રહ્યા હતા. દરમિયાન બેફામ વાહન ચલાવતો સિટી બસ ચાલક બેફામ હંકારતાં ધસી આવ્યો અને બાઈકને ભટકાવતા બંને નીચે પટકાયા હતા. અકસ્માતમાં બાળકો સહિત તેમના કાકાને ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાઓથી બાળકો પૈકીના એક 8 વર્ષના બાળકનું અને એક 12 વર્ષિય બાળકનું મોત થયું હતું. જ્યારે એક 9 વર્ષિય બાળક ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. મૃતકોમાં ભાવેશ યશવંત પોનીકર, ભૂપેન્દ્ર વિનોદ પોનીકર નામના બે બાળકો અને તેમના કાકાનું મોત થયું છે. જ્યારે 9 વર્ષનો બાળક સાહિલ યશવંત પોનીકર ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. પોલીસે બસ ચાલકની શોધખોળ હાથ ધરતાં વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.