મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ ગુજરાત ભરમાં કોરોનાએ લોકોને ધ્રુજાવી મુક્યા છે, સુરતમાં આવી જ એક ઘટનાએ રોગની ગંભીરતાની ચાડી સાથે શરીરમાંથી એક શ્વાસ થંભાવી દીધો હતો જ્યારે એક પિતાના ખોળે તેની 14 જ દિવસની નાની બાળકીનો મૃતદેહ લપેટેલી હાલતમાં જોવા મળ્યો હતો. કોરોનાએ નાની બાળકીનો ભોગ લેતા સહુમાં આ ઘટના ચર્ચાનો વિષય બન્યો હતો. તેના જન્મના જ બે કે ત્રણ દિવસે જ તે સંક્રમિત થઈ હતી અને તેને વ્યારા ખાતેની હોસ્પિટલમાં ખસેડી હતી જ્યાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે સારવારના અંતમાં બાળકીનો જીવ ગયો ત્યારે સમગ્ર પરિવાર શોકગ્રસ્ત થઈ ગયો હતો.


 

 

 

 

 

સુરતમાં મોતનું તાંડવ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યું છે જેના દૃશ્યો લગભગ દરેકે સ્મશાનના વિવિધ વીડિયોઝમાં જોયા હશે. થોડા વખત પહેલા સુરતમાં 13 વર્ષના બાળકનું સંક્રમણના ગણતરીના કલાકોમાં જ મોત નિપજ્યું હતું જ્યારે એક 11 દિવસની બાળકી વેન્ટિલેટરના સહારે જીવી રહી હતી. બાળકોમાં કોરોનાનું સંક્રમણ પરિવાર માટે વધુ મોટી મુશ્કેલી બની જતું હોય છે. ઉચ્છલના રોહિત વસાવાની પત્નીએ બાળકીને જન્મ આપ્યો હતો. જન્મના ત્રીજા દિવસે તેની તબીયત વધુ લથડતાં તેને સારવાર માટે14 દિવસના નવજાત શિશુને સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડાઈ હતી જ્યાં તેણે અંતિમ શ્વાસ લેતા કરુણ દૃષ્યો સર્જાયા હતા. બાળકીના રિપોર્ટ્સમાં ઘણી બાબતો સામે આવી હતી. તેને ખેંચ આવતી હતી અને તેને કિડની સહિત અન્ય કેટલીક સમસ્યાઓ હતી.