મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યાર બાળકોમાં ફટાકડા ફોડવાની ઉત્સુકતાને કારણે કેટલીક વાર ગંભીર અકસ્માતો પણ સર્જાઈ જતા હોય છે. સુરતમાં યોગી ચોક વિસ્તારમાં કેટલાક નાના બાળકો પોતાની બાળવૃત્તિમાં ફટાકડા ફોડતા હતા એવામાં એક અકસમત સર્જાયો હતો જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી તે એક સારી વાત છે. બાળકો ગટરના ઢાંકણા ઉપર ફટાકડા મૂકીને ફોડતા હતા ત્યારે ગટર માંથી જ્વલંત ગેસ લીક થતા આગ લાગવાની ઘટના બની હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

સીસીટીવીની ફૂટેજ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ ઘટના સુરતના યોગી ચોક વિસ્તારની તુલસી દર્શન સોસાયટીની છે. વિડીયોમાં દેખાય છે કે બાળાઓ મસ્તીમાં ગટરના ઢાંકના ઉપર ફટાકડા મૂકીને ફોડતા હતા તે દરમિયાન એક બાળકે કાગળ સળગાવીને ગટર તરફ ફેંક્યું હતું. ગટર માંથી જ્વલંત ગેસ લીક થતા રહે છે આ આગનો ધડાકો તેનો થયો હતો પરંતુ સદભાગ્યે કોઈ બાળકને ઇજા પહોંચી ન્હોતી.  

Advertisement


 

 

 

 

 

દિવાળીમાં દરેક વાલી પોતાના બાળકો સાથે રહીને ફટાકડા ફોડવા જોઈએ જેના કારણે આવી કોઈ ઘટના થાય નહીં અને અકસ્માતના કારણે કોઈ જાનહાની ન થાય. કારણ આપણે તહેવારોથી ભરપુર દેશમાં રહીએ છીએ, અહીં તહેવારો તો આવતા જ રહે છે પરંતુ આ તહેવારોના ઉત્સાહમાં ઘણા એવા બનાવો બની ચુક્યા છે જેનું દુઃખ જેણે ભોગવ્યું છે તે જ જાણે છે, તેથી મેરાન્યૂઝ પણ આપને અપીલ કરે છે કે તહેવારો તો આવતા રહેશે પણ પોતાનાઓ કે અન્યોને કોઈ નુકસાન પહોંચે તેવી રીતે તેનો ઉત્સાહ ન મનાવતા, આપ સહુ આવનારા દિવાળી પર્વે સુરક્ષીત રહો તેવી હંમેશ પ્રાથના.