મેરાન્યૂઝ નેટવર્ક, સુરત:  સુરતના ઉધના વિસ્તારમાં રહેતી અને ધો.12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને નજીકમાં જ રહેતા ભાજપના કાર્યકર વિશાલ પાટીલે પ્રેમજાળમાં ફસાવી અશ્લિલ ફોટા પાડી બ્લેકમેલ કરી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આરોપીએ પીડિતાના પરિવારને ધમકાવી 20 હજાર પણ પડાવ્યા હતા. આરોપી વિશાલ  સામે છોકરીની છેડતી સહિત બે ગુના નોંધાયા છે. ઉધનામાં રહેતી ધો. 12ની વિદ્યાર્થિની 17 વર્ષિય સ્નેહા ( નામ બદલ્યું છે)ના વિસ્તારમાં રહેતા આરોપી 21 વર્ષિય વિશાલ ઉર્ફ ભુષણ વિજય પાટીલ( ગાંઘીકુટીર,ઉધના) સાથે 1 વર્ષ પહેલાં પરિચયમાં આવી હતી.

બંને ફરવા જતા ત્યારે વિશાલે નેહાના અશ્લિલ ફોટા તેમજ વીડિયો બનાવી બ્લેકમેલ કરી વાંરવાર રેપ કર્યો હતો. નેહાએ ઘરે આ વાત કરી તો તેના પરિવારજનો વિશાલને આ મુદ્દે કહેવા ગયા.ત્યારે વિશાલે તેમની સાથે પણ ઝગડો કર્યો હતો. ઉપરાંત જાતિ વિષયક શબ્દો બોલી અપમાનિત કરી બદનામ કરવાની ધમકી આપી રૂપિયા માંગ્યા હતા. ગભરાયેલી નેહાએ વિશાલને 20 હજાર આપ્યા હતા. ત્યાર બાદ પણ વિશાલે હેરાનગતિ ચાલુ રાખતા નેહાએ વિશાલ વિરુદ્ધ રેપ,બદનામી, પોક્સો અને આઈટી એક્ટ તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

Advertisement


 

 

 

 

 

ઉલ્લેખનીય છે કે, વિશાલ રીઢો આરોપી છે. તા. 8 જુનના રોજ વિશાલ વિરુદ્ધ ઉધના પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ નોંધાઈ હતી. તેમાં તેની ધરપકડ કરાઈ હતી. તે ઉપરાંત તે જ દિવસે તેના વિરુદ્ધ છોકરી મુદ્દે ધમકીની ફરિયાદ નોંધાઈ હતી.