દેવલ જાદવ (મેરાન્યૂઝ.સુરત): તાઉતે વાવાઝોડાએ વર્ષોથી અડીખમ ઊભા મોટા ભાગના ઝાડના મૂળિયાં ઉખેડી નાખ્યા હતા. ત્યાર બાદ અલગ અલગ શહેરોમાં વૃક્ષારોપણના કાર્યક્રમ હાથધરવામાં આવ્યા છે એમાં અલગ અલગ રાજકીય પક્ષો તેમાં પણ પોતાનો શ્રેય લેવાનું ચૂકતા નથી. ત્યારે આજે સુરતમાં વૃક્ષારોપણના એક કાર્યક્રમમાં વર્તમાન કોર્પોરેટર અને પૂર્વ કોર્પોરેટર વચ્ચે તૂતૂમેમેના દૃષ્ય સર્જાયા હતા.

સુરતમાં વોર્ડ નંબર ૧૫માં આજે વૃક્ષારોપણ ના કાર્યક્રમ દરમિયાન પૂર્વ અને વર્તમાન કોર્પોરેટરો ટોમ એન્ડ જેરીની જેમ ઝગડી રહ્યા હતા. જે સ્થાનિકો માટે મનોરંજનનું કેન્દ્ર બન્યું હતું અને તેના વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ સમગ્ર ઘટનામાં બનાવ એવો હતો કે લંબે હનુમાન રોડ પર આવેલી વર્ષ સોસાયટીમાં ભાજપના કાર્યકરો અને કોર્પોરેટર રૂપા પંડ્યા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સુરતમાં પૂર્વ કોર્પોરેટર મંજુલા દુધારા પણ હાજર રહ્યા હતા. પરંતુ કાર્યક્રમ દરમિયાન બંને કોર્પોરેટર વચ્ચે કોઈક કારણોસર શાબ્દિક પ્રહારો શરૂ થયા. 

બન્ને કોર્પોરેટર વચ્ચે સ્થિતિ એટલી ગંભીર બની કે વર્તમાન કોર્પોરેટર દ્વારા પૂર્વ કોર્પોરેટર પર ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવ્યા. વીડિયોમાં દેખાય છે કે વર્તમાન કોર્પોરેટર અને પૂર્વ કોર્પોરેટર એકબીજાને કહી રહ્યા છે ," તું મારી જોડે વહીવટ કરવા આવતી નહિ. તું છાનીમાની નીકળ. તે કેવા ધંધા કર્યા છે મને ખબર જ છે. તે આખા ગામના ૫૦૦-૫૦૦ રૂપિયા ખાધા છે."

Advertisement


 

 

 

 

 

આ સમગ્ર ઘટનાના વીડિયો મજાકના રૂપમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આવા શબ્દોથી એક જ પક્ષમાં કોર્પોરેટરએ પૂર્વ કોર્પોરેટરની પોલ ખોલી હોય તેવું દેખાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આવી રીતે જાહેરમાં બે નેતાઓ વચ્ચે એક બીજા પર શાબ્દિક પ્રહારો થાય તે યોગ્ય નથી.
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.