મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સુરતના માંગરોળમાં એક કોરોનાગ્રસ્ત મહિલાએ બાળકને જન્મ આપ્યો છે. જોકે બાળકની કમનસીબી એવી છે કે તે માતાને જન્મ આપી બેભાન હાલતમાં જ મૃત્યુ પામી હતી. પોતે કોરોનાના ચુંગાલમાં હતી છત્તાં બાળકને નવું જીવન આપવા માટે માતાએ સંઘર્ષ કર્યો જોકે આખરે આ લડતમાં પોતે સંતાનને નવજીવન તો આપ્યું પરંતુ પોતાની જીંદગી હારી ગઈ હતી અને શ્વાસ છોડ્યા હતા. જોકે હજુ પણ બાળકની હાલત ગંભીર છે. તે અધૂરા મહિને જન્મેલું છે અને તેને શ્વાસ લેવામાં તકલીફ હોઈ જન્મ પછી રડ્યું ન્હોતું. જેથી તબીબો પણ સતત તેનો જીવ બચાવવામાં લાગ્યા છે.

સુરતના માંગરોળ વિસ્તારમાં 28 વર્ષિય રુચી પંચાલ નામની સગર્ભાને કોરોના પોઝિટિવ આવ્યો હતો. રુચી પ્રેગ્નેન્ટ હતી અને તેને કોરોનાનું સંક્રમણ હતું. તેને સારવાર માટે ગાયનેક વોર્ડમાં દાખલ કરાઈ હતી. બાળકને શ્વાસનળીની તકલીફ હોઈ 8 મહિને જ તેની સિઝેરિયન પ્રસુતિ કરવાનું નક્કી કરાયું હતું. જોકે આ ઓપરેશન દરમિયાન રુચી શ્વાસ છોડી ગઈ હતી, પરંતુ બાળક જીવીત હતું. જોકે તેને પણ તકલીફ હોઈ સારવાર માટે તેને વેન્ટીલેટર પર રાખવાની ફરજ પડી હતી.

તે જન્મ બાદ રડ્યું ન્હોતું, જન્મ પછીનું પહેલું રુદન બાળકના આરોગ્ય માટે સારું છે, પણ અહીં સ્થિતિ અલગ હતી, જોકે આવું પહેલીવાર નથી થઈ રહ્યું, દુનિયામાં આવા ઘણા બનાવો છે પરંતુ હાલની કોરોનાની સ્થિતિએ બાળક પાસેથી માતા છીનવી છે, માતાની હુંફ બાળક માટે કેટલી આરોગ્યપ્રદ હોય છે તે તબીબી વિજ્ઞાનમાં ઘણીવાર જણાવાયું છે. અહીં બાળક માટે શ્વાસ લેવો પણ એક તકલીફ ભર્યું હતું તબીબોએ તુરંત તેને વેન્ટીલેટર પર મુકી તેની સારવાર શરૂ કરી છે.