મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સુરતના ભેસ્તાન આવાસમાં રહેતા ઓટો ચાલક મુશર્રફ શેખએ પાંચ વર્ષમાં 257 વાર ટ્રાફીકના નિયમો તોડ્યા છે જે તેને ભારે પડી ગયા છે. પોલીસે તેના પર 76,357 રૂપિયાનો દંડ લગાવ્યો છે. આ દંડ મુશર્રફ પર ડ્રાઈવર સિટ પર સવારી બેસાડીને ઓટો ચલાવવા પર લગાડાયો છે. આ નિયમોનું ઉલ્લંઘન છે અને એવું કરનાર શખ્સ સામે દંડ કરવાના નિયમો છે.

આ નિયમને મુશર્રફ છેલ્લા પાંચ વર્ષમાં ઘણીવાર તોડી ચુક્યો છે. મુશર્રફના નામ પર પહેલો મેમો માર્ચ 2014માં આવ્યો હતો જ્યારે તે ઉધના દરવાજા પાસેથી જતો હતો. તે પછી ઘરના એડ્રેસ બદલતા રહેવાને કારણે તે મેમો મળ્યો ન હતો.

એવામાં હવે ગત ગુરુવારે મુશર્રફને ડીસીપીના ઓફીસ પર બોલાવી દંડની જાણકારી આપવામાં આવી હતી. ત્યાં અંદજીત છ મહિના પહેલા તે પોતાની ઓટો મુન્ના નામના એક દોસ્તને ત્રીસ હજારમાં વેચી ચુક્યો હતો અને તે પછી તે પોતાના કોઈ અન્ય દોસ્તની ઓટો ચલાવતો હતો.

જ્યારે મુશર્રફને દંડની રકમની જાણકારી મળી તો તેને પોતાની ઓટો ફરી પાછી લેવી પડી. મુશર્રફ ચાર બાળકોનો પિતા છે સાથે જ તેનું કહેવું છે કે આટલો મોટો દંડ તે કેવી રીતે ભરશે. ઉલ્લેખનીય છે કે તેના દ્વારા નિયમોના ઉલ્લઘંન નવા ટ્રાફીક નિયમો લાગુ થયાના બાદ ચર્ચામાં આવ્યા પણ આ મામલો પાંચ વર્ષ જુનો છે. આટલા વર્ષો સુધી મુશર્રફ સુધી એક પણ મેમો પહોંચ્યો નહીં તે બાબત પોલીસની કાર્યપ્રણાલી પર સવાલ ઊભા કરે છે.