મેરાન્યૂઝ નેટવર્ક.સુરત: સુરતમાં 27% વોટ સાથે 26 બેઠકો અંકે કરી આમ આદમી પાર્ટી એ સફળ પગપેસારો કરી દીધો છે. સુરતમાં કોંગ્રેસ ને હટાવી આમ આદમી પાર્ટી હવે વિરોધ પક્ષની ભૂમિકા ભજવશે. સુરતમાં હવે આવતીકાલે ૨૬મી તારીખે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કરવાના છે. તેઓ સુરત ખાતે સવારે આઠ વાગ્યે પહોંચી જવાના છે. ત્યાં તેમનું સ્વાગત સત્કાર કરવામાં આવશે જે પછી તેઓ સર્કિટ હાઉસ ખાતે રોકાણ કરશે જ્યાં તેઓ ઉદ્યોગ સાહસિકો,  રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો વગેરે સાથે બેસી કેટલીક મહત્વની બાબતો પર ચર્ચા કરશે. જે પછી બપોરે ત્રણ વાગ્યાના અરસામાં તેમનો રોડ શો શરૂ થશે. એક અંદાજ પ્રમાણે આ રોડ શોમાં ભારે જનમેદની ઉમટી પડે તો નવાઈ નહીં.

આમ આદમી પાટીઁના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલના સુરત પ્રવાસની વિગત

તારીખ:૨૬/૨/૨૧ શુક્રવાર

- સવારે 8:00 કલાકે સુરત એરપોટઁ પર આગમન પાટીઁના પદાઘીકારીઓ/કાયઁકતાઁઓ દ્વારા સ્વાગત..

- એરપોટઁ થી સકીઁટ હાઉસ જશે ત્યા અગત્યના સામાજીક અને રાજકીય આગેવાનો સાથે મુલાકાત યોજાશે

- બપોરે 3:00 વાગે સુરતના (વરાછા)મીનીબઝાર માનગઢ ચોકથી રોડ-શો માં જોડાશે

રોડ શો રુટ

પ્રસ્થાન: મીનીબજાર (માનગઢ ચોક)= હિરાબાગ = રચના સકઁલ = કારગીલ ચોક = કિરણ ચોક = યોગી ચોક = સીમાડા નાકા = સરથાણા જકાતનાકા રોડ-શો પુણાઁહુતી અને જનસભા સંબોઘન 

સાંજે 7:00 વાગે સુરત એરપોટઁ પરથી દિલ્હી જવા નિકળી જશે.