મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે વરિષ્ઠ પત્રકાર વિનોદ દુઆ સામે રાજદ્રોહનો કેસ રદ્દ કરી દેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, વર્ષ 1962નો આદેશ દરેક જર્નલિસ્ટને આવા આરોપથી સંરક્ષણ આપે છે. ઉલ્લેખનીય છે કે એક ભાજપ નેતાની ફરિયાદના આધાર પર વિનોદ દુઆ પર દિલ્હી રમખાણો પર કેન્દ્રીત તેમના એક શોને લઈને હિમાચલ પ્રદેશમાં રાજદ્રોહનો આરોપ લગાવવામાં આવ્યો હતો. એક એફઆઈઆરમાં તેમના પર ખોટી માહિતી ફેલાવવા, લોકોને ભડકાવવા, માનહાનિકારક સામગ્રી પ્રકાશિત કરવા જેવા આરોપ લગાવવામાં આવ્યા હતા.

વરિષ્ઠ પત્રકાર દુઆએ આ ફરિયાદ સામે સુપ્રીમ કોર્ટની શરણ લીધી હતી. સુપ્રીમે કેસને રદ્દ કરી દીધો. જોકે કોર્ટે દુઆનો એવો આગ્રહ પણ ફગાવ્યો છે કે દસ વર્ષના અનુભવ થનાર કોઈપણ પત્રકાર પર ફરિયાદ ત્યાં સુધી દાખલ ન થવી જોઈએ જ્યાં સુધી હાઈકોર્ટના જજની આગેવાનીમાં કડક પેનલ તેને મંજુરી ન આપી દે.કોર્ટે કહ્યું કે આ ન્યાયીક અધિકાર ક્ષેત્ર પર અતિક્રમણની જેવું થશે. સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ રૂપે એક નિર્ણયનો હવાલો આપતા કહ્યું કે દરેક જર્નલિસ્ટને આવા આરોપોથી સંરક્ષણ પ્રાપ્ત છે. કોર્ટે કહ્યું કે, દરેક જર્નલિસ્ટ, રાજદ્રોહ પર કેદારનાથ કેસના નિર્ણયને અંતર્ગત સંરક્ષણનો અધિકાર રહેશે. 1962ના સુપ્રી કોર્ટના નિર્ણયમાં કહેવાયું હતું કે સરકાર તરફથી કરવામાં આવેલા ઉપાયોને લઈને કડક શક્દોમાં અસહમતી દર્શાવવી રાજદ્રોહ નથી.

Advertisement


 

 

 

 

 

નોંધપાત્ર વાત એ છે કે ગયા વર્ષે 20 જુલાઈના રોજ કોર્ટે દુઆને આપવામાં આવેલા સંરક્ષણને આ કેસમાં કોઇ જબરદસ્ત કાર્યવાહીથી વધારીને આગળના આદેશ આપ્યા હતા. કોર્ટે અગાઉ કહ્યું હતું કે દુઆને હિમાચલ પ્રદેશ પોલીસે પૂછેલા આગળના પૂરક સવાલનો જવાબ આપવાની જરૂર નથી, ભાજપના નેતા શ્યામે ગત વર્ષે મેના રોજ સિમલા જિલ્લાના કુમારસૈન પોલીસ સ્ટેશનમાં રાજદ્રોહ / દેશદ્રોહ અને જાહેર ઉપદ્રવ કર્યો હતો. દુઆ સામે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ બદનક્ષીજનક સામગ્રી પ્રકાશિત કરવાના આરોપો હેઠળ દાખલ કરવામાં આવી હતી અને પત્રકારને તપાસમાં જોડાવા કહેવામાં આવ્યું હતું. શ્યામે આરોપ મૂક્યો હતો કે દુઆએ તેના યુટ્યુબમાં વડાપ્રધાન પર કેટલાક આક્ષેપો કર્યા હતા. કાર્યક્રમમાં આક્ષેપો કરવામાં આવ્યા હતા.