મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટએ મહત્વનો આદેશ આપતા કહ્યું છે કે સોશિયલ મીડિયા પર ઓક્સીજન, બેડ, દવાઓ વગેરે બાબતો પર પોસ્ટ કરનારાઓ પર કાર્યવાહી નહીં થાય. કોઈ પણ સરકાર કોઈ પણ નાગરિક દ્વારા સોશિયલ મીડિયા પર નાખવામાં આવેલી જાણકારી પર કાર્યવાહી નહીં કરે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, રાજ્યો અને ડીજીપીને આદેશ આપતાં કહ્યું કે જો અફવા ફેલાવવાના નામ પર કાર્યવાહી કરી તો અવમાનનાનો કેસ ચલાવીશું. સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું કે અમે દેશના વિવિધ મામલાઓના વિવિધ મુદ્દાઓની ઓળખ છે અને અમારી સુનાવણીનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય હિતના મુદ્દાની ઓળખ કરવાનો અને સંવાદની સમીક્ષા કરવાનો છે. તે નિર્ણય કરનારાઓના માટે વિચાર માટે કરાઈ રહ્યો છે. આ દરમિયાન કેન્દ્ર સરકારની તરપથી કહેવામાં આવ્યું કે આ પર પાવર પોઈન્ટ પ્રેશન્ટેશન જોઈ શકે છે.

જસ્ટીસ ચંદ્રચૂડએ કહ્યું કે આ મુદ્દો છે કે જેની અમને જાણકારી છે. ઓક્સીજનની ઘટ્ટનો મુદ્દો, રાજ્યોને પ્રદર્શિત કરવા માટે વાસ્તવિક સમય પર અપડેટ, રાજ્યોને કેટલી આપૂર્તી કરાઈ રહી છે તેનું મેકેનિઝમ શું છે, ઓક્સીજન કંસ્ટ્રેટર્સના ઉપયોગ પર યોજના અને ભારતની બહારથી પ્રાપ્ત થનારી ઓક્સીજન-સારવાર સહાયતાની આશા છે. તેમણે કહ્યું કે કોરોનાને કાબૂમાં કરવા માટે કેન્દ્ર પ્રતિબંધો, લોકડાઉન પર વિચાર કરી રહ્યું છે? સુપ્રીમ કોર્ટે પુછ્યું કે સરકારે ઓક્સીજન ટેંકર, સિલિન્ડરની ઉપલબ્ધતા વધારવાના સંદર્ભમાં શું પ્રયાસ કર્યા છે અને કોના થકી 800 વધુ ટેંકરની પૂરતીની આશા છે? (જોકે સરકારે એ નથી લખ્યું કે ટેંકર તે ક્યાંથી લાવશે)

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એ પણ પુછ્યું કે રેમડેસિવિર જેવી દવાઓને ક્યાં સુધી ઉપલબ્ધ કરવામાં આવશે, કાલે ઝારખંડ અને બાંગલાદેશથી લાવવી પડેલી. સુપ્રીમે પુછ્યું કે રેમડેસિવિરના ઘટના પાછળ શું પ્રણાલી છે અને બેડ પર કેન્દ્ર અને રાજ્યો વચ્ચે જવાબદારી કઈ રીતે વહેંચવામાં આવી છે? દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની પ્રક્રિયા શું છે? અમદાવાદમાં ફક્ત 108 એમ્બ્યૂલન્સમાં આવનારા દર્દીઓને દાખલ કરાય છે, તે સિવાયના અસ્થાયી કોવિડ સેન્ટર બનાવવાની શું તૈયારીઓ છે? જે લોકો ઈંટરનેટ નથી જાણતા અથવા ભણેલા નથી તેમના માટે વેક્સીનની શું વ્યવસ્થા છે, શમશાનમાં કામ કરનારા કર્મીઓનું રસીકરણની શું યોજના છે? જરૂરી દવાઓના માટે પેટેંટની વ્યવસ્થા હોય અને સુનિશ્ચિત રવામાં આવશે કે વેક્સિનને લઈને એક રાજ્યને બીજા પર પ્રાથમિક્તા નહીં મળે?