મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ યુપીના વારાણસી લોકસભા બેઠક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમે ચૂંટણી લડનારા બીએસએફના પૂર્વ જવાન તેજ બહાદુરને સુપ્રીમ કોર્ટથી સૌથી મોટો ઝટકો મળ્યો છે. સુપ્રીમ કોર્ટે 2019ની લોકસભા ચૂંટણીમાં વારાણસી બેઠક પર મોદીના સામે સીમા સુરક્ષા દળના બરખાસ્ત કરાયેલા જવાન તેજ બહાદુરનું નોમિનેશન પત્ર રદ્દ થયાના મામલામાં અરજી કરવામાં આવી હતી જે હવે મંગળવારે ફગાવી દેવામાં આવી છે.

તેજ બહાદુરએ અરજીમાં આરોપ લગાવ્યો હતો કે વડાપ્રધાનના દબાણમાં ખોટી રીતે ચૂંટણી અધિકારીએ તેમનું નોમિનેશન રદ્દ કરી દીધું હતું. મુખ્ય ન્યાયાધીશ એસ એ બોબડે, ન્યાયમૂર્તિ એ એસ બોપન્ના અને ન્યામૂપ્તિ વી રામાસુબ્રમણિયનની પીઠએ 18 નવેમ્બરે તેજ બહાદુરની અપીલ પર સુનાવણી પુરી કરી હતી.

ખંડપીઠે આજે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો છે. તેજ બહાદુરનું નામાંકન પત્ર રદ કરવાના ચૂંટણી અધિકારીના નિર્ણય સામે દાખલ કરેલી અરજીને હાઈ કોર્ટે ફગાવી દીધી છે. ચૂંટણી અધિકારીએ ગયા વર્ષે 1 મેના રોજ તેજ બહાદુરના નામાંકનને ફગાવી દીધું હતું. તેજ બહાદુર સમાજવાદી પાર્ટી વતી ઉમેદવારી નોંધાવી હતી. હાઈકોર્ટે રીટર્નિંગ અધિકારીના નિર્ણયને માન્ય રાખ્યો હતો.

તમને જણાવી દઈએ કે તેજ બહાદુરએ એક વીડિયો ઓનલાઇન વિડિઓ પોસ્ટ કર્યો હતો જેમાં લશ્કરી દળોને આપવામાં આવતા ખોરાકની ગુણવત્તા અંગે ફરિયાદ કરવામાં આવી હતી, ત્યારબાદ તેમને 2017 માં બીએસએફમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા.