મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ વિરૂદ્ધ આચાર સંહિતાના ભંગની ફરિયાદની મામલે સુપ્રિમ કોર્ટ તાત્કાલીક કરવા તૈયાર થઇ છે. આ અપીલ કોંગ્રેસની મહિલા વિંગની અધ્યક્ષ અને સાંસદ સુષ્મિતા દેવે સુપ્રિમ કોર્ટમાં દાખલ કરી છે. જેના પર સુપ્રિમ કોર્ટ મંગળવારે સુનાવણી કરશે.

સુપ્રિમ કોર્ટ સમક્ષ અપીલમાં કોંગ્રેસ નેતા અને સાંસદ સુષમિતા દેવે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે ઘણી વખત ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે અને તે અંગેના પુરાવા કોંગ્રેસ પાર્ટી આપી ચુકી છે. બંને નેતઓએ ભડકાઉ ભાષણ આપ્યા અને પોતાના ભાષણોમાં દેશની આર્મીના નામે વોટ માંગવામાં આવ્યો. ચૂંટણી પંચ દ્વારા આર્મીના નામે વોટ પર માગવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા છતાં નરેન્દ્ર મોદી અને અમિત શાહે પોતાના ભાષણોમાં તેનો ઉલ્લેખ કર્યો.

સુષમિતા દેવે આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ પણ કરી હતી કે 23 એપ્રિલે અમદાવાદમાં મતદાન દરમિયાન પણ ભાજપે રેલી કરી, જે આચાર સંહિતાની વિરૂદ્ધ છે, પરંતુ ચૂંટણી પંચે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી.