મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની ખરાબ સ્થિતિને જોતા સુપ્રીમ કોર્ટે સોમવારે રાજ્યો પાસે પોતાના ત્યાં કોરોનાની હાલની સ્થિતિને લઈને નવેમ્બરમાં કોરોનાના કેસમાં ઝડપ આવ્યા પછી સર્વોચ્ચ ન્યાયલયએ દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત અને આસામ પાસે ત્યાંની હાલની સ્થિતિના સંબંધમાં સોગંદનામું માગ્યું છે.

ન્યાયાધિશ અશોક ભૂષણની અધ્યક્ષતા વાળી ત્રણ જજોની બેચએ કોવીડ 19ની સ્થિતિને ખરાબ કરવાને લઈને ગુજરાત અને દિલ્હીને ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને રિપોર્ટ ફાઈલ કરવાનું કહ્યું છે, જેમાં સરકારની તરફથી સંક્રમણને રોકવાને લઈને ઉઠાવાયેલા પગલાઓની જાણકારીઓ આપવાની છે.

આ ઉપરાંત રિપોર્ટમાં બીમારી સામે લડવા માટે કેન્દ્ર સરકાર પાસે લેવાયેલી મદદનો પણ રિપોર્ટ આપવો પડશે. સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં કોરોનાના કેસ વધવા છતાં પણ લગ્ન, સમારંભ અને લોકોને ભેગા થવાને લઈને રાજ્ય સરકારને ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યું કે, દિલ્હી અને મહારાષ્ટ્ર પછી ગુજરાતની સ્થિતિ સૌથી ખરાબ છે.

આ મામલા પર બેંચ આગામી સુનાવણી શુક્રવારે કરશે. અશોખ ભૂષણ વાળી બેંચએ કહ્યું કે આવનારા મહિનાઓમાં સ્થિતિ ગંભીર હોવાની સંભાવના છે. કોર્ટે કહ્યું કે અમારી સલાહ છે કે આવનારા દિલસોમાં તમામ રાજ્ય બીમારીને લઈને તૈયાર રહે. કોર્ટે કહ્યું કે તે તમામ રાજ્ય આગામી સુનાવણી પહેલા અહીંની સ્થિતિનું સોગંદનામું ફાઈલ કરાવી દે.