મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હી/બેંગાલૂરુઃ કર્ણાટકના પક્ષ પલ્ટુઓ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ રાજ્યનું રાજકીય નાટક રસપ્રદ બની ગયું છે. સુપ્રીમ કોર્ટે આજે અયોગ્ય ઠેરવીને પૂર્વ સ્પીકરના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે અને અનિશ્ચિત સમય સુધી ધારાસભ્યોને ચૂંટણી લડવા પર લાગેલો પ્રતિબંધ હટાવી દીધો છે. તેનાથી 17 અયોગ્ય ધારાસભ્યોને મોટી રાહત મળી છે હવે તે 5 ડિસેમ્બરે થનાર પેટા ચૂંટણી લડી શકે છે. આપને જણાવી દઈએ કે 17માંથી 15 સીટો પર પેટા ચૂંટણી થઈ રહી છે કારણ કે 2 સીટો મસ્કી અને રાજરાજેશ્વરીથી સંબિંધિત અરજીઓ કર્ણાટક હાઈકોર્ટમાં પેન્ડીંગ છે. બીજી તરફ સુપ્રીમ કોર્ટના નિર્ણયથી રાજ્યની સત્તાધારી પાર્ટી ટેન્શનમાં આવવાની છે.

આમ તો, નાટકીય ઘટનાક્રમ અંતર્ગત થોડા મહિના પહેલા જ પોતાના ધારાસભ્યોને પક્ષ બદલવાથી કોંગ્રેસ અને જેડીએસની ગઠબંધનની સરકાર પડી ગઈ હતી. સ્પીકરે 17 ધારાસભ્યોને અયોગ્ય ઠેરવ્યા હતા તો બીજેપીએ સરળતાથી પોતાની સરકાર બનાવી લીધી હતી. થયું એવું કે ધારાસભ્યોને અયોગ્ય ઠેરવી દીધા બાદ 224 સદસ્યોની વિધાનસભાની સંખ્યા 207 થઈ ગઈ અને બહુમત 104 પર આવી ગયો. ભાજપ પાસે 106 ધારાસભ્યોનું સમર્થન હતું, જેમાં તેના 105 હતા અને એક અન્ય. તેવામાં ભાજપને સરકાર બનાવવામાં કોઈ મુશકેલી નડી નહીં.

15 સીટો પર પેટા ચૂંટણી થશે તો વિધાનસભામાં સંખ્યા પણ વધી જશે અને બહુમતનો આંકડો પણ. યેદીયુરપ્પા સરકારને સત્તામાં બનાવી રાખવા માટે 15 સીટોની પેટા ચૂંટણીમાં ભાજપના માટે દરેક સંજોગોમાં 6 સીટો જીતવી જરૂરી બની ગઈ છે. તે સમયે વિધાનસભાનો હાલ જોઈએ તો 207 સીટોમાંથી ભાજપ પાસે 106 સીટો છે. 207+15 એટલે કે 222 થશે વિધાનસભાની સીટોની સંખ્યા તો હવે બહુમત લાવવા માટે ભાજપને 112 સીટો જોઈશે જ જોઈશે. આ પણ જાણી લો કે જે સીટો પર પેટા ચૂંટણી થવાની છે હજુ ત્યાં 3 સીટો જેડીએસ અને 12 સીટો કોંગ્રેસના પાસે હતી. હવે આ બાબત પર પ્રબળ સંભાવનાઓ રહેલી છે કે ભાજપ વધુ સીટો પર પક્ષપલ્ટુંઓને જ ચૂંટણી લડાવે.

સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું કે સ્પીકર કોઈ ધારાસભ્યને એસેમ્બલીના કાર્યકાળ સુધી અયોગ્ય ઠેરવી શક્તા નથી. સુપ્રીમે કહ્યું કે જો પક્ષ પલ્ટુઓ જીતે તો સ્ટેટ કેબિનેટમાં મંત્રી બની શકે છે. આપને જણાવી દઈએ કે જુલાઈમાં કર્ણાટકના તત્કાલીન સ્પીકર રમેશ કુમારે 17 ધારાસભ્યોને અયોગ્ય ઠેરવ્યા હતા અને એસેમ્બલીના કાર્યકાળ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકી દીધો હતો.