મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ સંવિધાનમાં ઈન્ડિયાની જગ્યાએ ભારત નામ રાખવાને લઈન સંવિધાનમાં સંશોધનની અરજીમાં દખલથી ઈનકાર કરતાં સુપ્રીમ કોર્ટએ કહ્યું કે અરજીને સંબંધિત ઓથોરિટી પ્રતિવેદનની જેમ જોવાશે તે માટે સંબંધિત મંત્રાલયમાં અરજી મોકલવી જોઈએ. સર્વોચ્ચ અદાલતટે કહ્યું કે અરજીકર્તા આ માટે સરકાર સામે જ માગણી મુકે.

ચીફ જસ્ટિસ બોલ્યા- સંવિધાનમાં સાફ લખ્યું છે

મામલાની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ એસએ બોબડેની બેંચએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણીમાં કહ્યું કે અરજદારએ આ મામલામાં કોર્ટને કેમ અપ્રોચ કરી છે, જો કે સંવિધાનમાં સાફ લખાયું છે કે ઈન્ડિયા જે ભારત છે. અરજદારના વકિલે દલીલ કરી કે ઈન્ડિયા ગ્રીક શબ્દ ઈન્ડિકાથી આવ્યો છે અને આ નામને હટાવી દેવું જોઈએ. જ્યારે અરજદારએ સતત આ દલીલ મુકી અને સુપ્રીમ કોર્ટનો વિચાર અરજી સાંભળવા માટેનો ન લાગ્યો તો અરજદારે કહ્યું કે આ અરજીને પ્રતિવેદન તરીકે સંબંધિત મંત્રાલયના સામે મુકવાની પરવાનગી આપવામાં આવે, ત્યારે સુપ્રિમ કોર્ટે તેની પરવાનગી આપી દીધી હતી.

સંવિધાનમાં લખ્યું છે- ઈન્ડિયા દૈટ ઈઝ ભારત

સુપ્રીમ કોર્ટે અરજદારને કહ્યું કે સંવિધાનમાં પણ ભારત નામ લખ્યું છે. લખ્યું છે ઈન્ડિયા દૈટ ઈઝ ભારત. સુપ્રીમ કોર્ટએ અરજદારને કહ્યું કે આપ સંબંધિત મંત્રાલયના સામે પોતાનો અહેવાલ આપો અને સરકારને તે અંગે સંતોષકારકતા દર્શાવો.

કેન્દ્રને નિર્દેશ આપવા માટે હતી અરજી

સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી કહેવાયું હતું કે કેન્દ્ર સરકારને નિર્દેશ આપવામાં આવે કે આ સંવિધાનમાં બદલાવ કરો અને ઈન્ડિયા શબ્દને બદલીને હિન્દુસ્તાન કે પછી ભારત કરી દે. સુપ્રીમ કોર્ટે આ અરજી પર બે જુને સુનાવણીનો નિર્ણય કર્યો હતો. અરજદારે કહ્યું કે અમારી રષ્ટ્રીયતાના માટે ભારત શબ્દને સંવિધાનમાં જોડવો જરૂરી છે. સુપ્રીમ કોર્ટે અરજી પર સુનાવણીથી ના પાડી દેતાં અરજીને અહેવાલ તરીકે સંબંધિત મંત્રાલયમાં મોકલવાનું કહ્યું અને અરજી ખારીજ કરી દેવાઈ છે.

સંવિધાનના અનુચ્છેદમાં બદલાવ માટે અરજી હતી

સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં કહેવાયું હતું કે સંવિધાનના અનુચ્છેદ-1માં બદલાવ કરવામાં આવે. આ અનુચ્છેદ અંતર્ગત નામ છે. તેમાં ભારત કે હિન્દુસ્તાન લખેલું હોવું જોઈએ. અરજીમાં કહેવાયું હતું કે અનુચ્છેદ 1માં ઈન્ડિયા શબ્દનો પ્રયોગ કરાયો છે. બ્રિટિશ રાજ ખત્મ થયા બાદ આ ઈંગ્લિશ નામને બદલીને ભારત નામ રજીસ્ટર્ડ હોવું જોઈએ. ભારતનીટટટટટટ ઓળખ સુનિશ્ચિત કરવા માટે અનુચ્છેદ 1માં બદલાવ થવો જોઈએ અને ભારત નામ ત્યાં રજીસ્ટર્ડ હોવું જોઠઈએ અને ઈન્ડિયા નામ હટાવી દેવાવું જોઈએ.