મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: સુપ્રિમ કોર્ટે મુંબઇમાં ડાન્સ બારને શરતી મંજૂરી આપવામાં આવી છે. સુપ્રિમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારનાં વર્ષ 2016ના કાયદાને માન્યતા આપી છે પરંતુ સાથે જ કેટલાક નિયમો પણ બદલ્યા છે. ડાન્સ બાદમાં ચલણી નોટો અને સિક્કા ઉડાવવા નહીં તેવો આદેશ કરાયો છે. જો કે બાર ગર્લ્સની ટીપ આપી શકાશે.

સુપ્રિમ કોર્ટે પોતાના નિર્ણયમાં મહારાષ્ટ્ર સરકારના કાયદામાં અશ્લીલતા પર ત્રણ વર્ષની જોગવાઇને મંજૂરી આપી છે. સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ મુંબઇમાં ડાંસ બાર હવે સાંજે 6 વાગ્યાથી રાત્રે 11:30 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે. કોર્ટે ડાન્સ બારમાં દારુ પીરસવા અને ઓર્કેસ્ટ્રાને પણ મંજૂરી આપી છે. કોર્ટે પોતાના નિર્ણયમાં એમ પણ કહ્યું છે કે ડાન્સ બારમાં કોઈપણ પ્રકારની અશ્લીલતા ન હોવી જોઈએ. ડાન્સ બારમાં સીસીટીવી લગાવવા જરૂરી નથી.

ડાન્સ બારમાં શું કરી શકાશે અને શું નહીં  

  • ડાન્સ બારમાં એરિયા અને ગ્રાહકો વચ્ચે દીવાલ નહીં હોય. સરકારે નિયમ બનાવ્યો હતો કે ગ્રાહક અને ડાન્સર્સ વચ્ચે ત્રણ ફૂટની દીવાલ બનાવવમાં આવશે જેથી લોકો ડાન્સ જોઈ શકશે પરંતુ તેના સુધી પહોંચી નહીં શકે.
  • મુંબઇ જેવા વિસ્તારમાં ધાર્મિક સ્થળોથી એક કિલોમીટર દૂર ડાન્સ બાર હોવાનો નિયમ તર્ક સંગત નથી.
  • ગ્રાહક ડાન્સર્સને ટીપ આપી શકશે પરંતુ તેના પર રૂપિયા નહીં ઉડાવી શકે.
  • કોર્ટે કહ્યું કે ડાન્સર અને બાર માલિક વચ્ચે વેતન નક્કી કરવું યોગ્ય નથી. આ અધિકાર સરકારનો નથી પરંતુ માલિક અને ડાન્સર વચ્ચેનો કોન્ટ્રાક્ટનો મામલો છે.
  • કોર્ટે કહ્યું છે કે ડાન્સ બાર સાંજે 6:30 વાગ્યાથી રાત્રે 11:30 વાગ્યા સુધી જ ચાલશે.
  • કોર્ટે ડાન્સ બારમાં સીસીટીવી લગાવવા નિયમને મંજૂર નથી રાખ્યો.