મેરાન્યૂઝ નેટવર્ક.બોટાદઃ સુરતમાં હાલમાં મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી અને કોન્સ્ટેબલ સુનિતા યાદવ વચ્ચેની બબાલ હાલ દેશભરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે તો તેવા સંજોગોમાં બોટાના જ્ઞાનજીવનદાસ સ્વામીનું એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં પણ સુનિતાના કેટલાક અન્ય ફોટોઝ અને વીડિયોઝ પણ વાયરલ થયા હતા જેને કારણે હવે સોશિયલ મીડિયામાં બે ભાગલા પડી ગયા છે કોઈ સુનિતાને ટેકો કરી રહ્યા છે તો કોઈ પ્રકાશ કાનાણીને.

સ્વામી જ્ઞાનજીવનદાસે સુનિતા અને પ્રકાશ કાનાણીના મામલામાં કહ્યું કે, કાયદો રાજકારણને કારણે છોડી દેશ પણ કોરોના કાનાણીને નહીં છોડે. વડતાલના દેવપક્ષ વડા કુંડળના સ્વામીના નિવેદનથી જ ખળભળાટ મચી ચુક્યો છે. દેવપક્ષના વડા કુંડળના સ્વામી જ્ઞાનજીવનદાસએ કહ્યું કે, જેટલા ધારાસભ્યો છે કે તેમની શરમ પોલીસને ભરવી પડે. ધારાસભ્યોના દીકરા, સંગાસંબંધીઓ ગમે તે તોફાન કરે, નિમય પાળે કે ના પાળે પણ પોલીસથી તેમને અટકાવાય નહીં. ધારાસભ્યોના છોકરાના ભાઈબંધને પણ નિયમ લાગું ન પડે કેમ કે તેના ભાઈબંધના પિતા ધારાસભ્ય છે. કોઈ આગેવાનીમાં કે કોઈ નેતામાં, મોટામાં હોય. પીએસઆઈના છોકરા, ડિએસપીના છોકરા આ બધાંને સામાન્ય પ્રજાને વર્તવું પડે તેવું વર્તવું ના પડે., કેમ કે એના બાપા બળિયા છે, એ લોકોનું ચાલતું હોય છે. ઘણું બધું ચાલતું હોય છે, ક્યારેક ક્યારેક એવાના છોકરાઓ નબળાના સંગે, ગુંડાના સંગે ગુંડાગીરીમાં ગયા હોય. એમનો બહુ મોટો ત્રાસ હોય છે. તો પણ સમાજ તેમની શરમ ભરતો હોય છે અને શરમ ભરવી પણ પડતી હોય છે, પણ કોરોના કોઈનું રાખતો જ નથી હોં… રૂલ્સ બહારના નિયમો તોડો, રખડવા નીકળો.. ગમે તેમ કરો તો હજુ પોલીસ તમારા ઓળખીતા મોટા માણસો હોય તો તેની શરમ ભરે, એનાથી બીવે… પોતાની નોકરી બોકરીની ચિંતા કરીને તમને જવા દે. પકડી લીધા હોય તો પણ મૂકી દે.. પણ કોરોના ના મૂકે..