મેરાન્યૂઝ નેટવર્ક.પશ્ચિમ બંગાળઃ શાળાઓથી લઈ ઘણા સ્તર પર કોઈ કામમાં સારું કાંઈક હાંસલ કરે તેને જાહેરમાં ત્રણ તાલીનું માન આપવામાં આવે છે. પરંતુ અહીં સારા નહીં પરંતુ કટાક્ષના સુરમાં લોકો ઈલેક્શન કાર્ડ કાઢી આપનારને ત્રણ તાલીનું માન આપી રહ્યા છે. કારણ કે ઈલેક્શન કાર્ડમાં વ્યક્તિની જગ્યાએ કુતરાનો ફોટો મુકી દીધો છે.

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં એક ચોંકાવનારી ઘટના બની છે. રામનગર ગામના એક નિવાસીને કુતરાની તસવીર સાથેનું ઈલેક્શન કાર્ડ ઈશ્યૂ કરી દીધું છે. સુનીલ કરમાકરએ બુધવારે કહ્યું હતું કે પોતાના વોટર આઈડી કાર્ડમાં સુધારો કરવા માટેની અરજી કરી હતી અને હવે તેમને જે ઈશ્યૂ કરાયેલું કાર્ડ મળ્યું છે તો તેમાં પોતાના ફોટોની જગ્યાએ કુતરાનો ફોટો મુકી દીધો છે.

તેમણે કહ્યું કે, કાલે મને દુલાલ સમૃતિ સ્કૂલમાં બોલાવાયો હતો અને અહીં વોટર આઈડી કાર્ડ મને આપવામાં આવ્યું હતું. મેં ફોટો જોયો. ત્યાંના અધિકારીના હસ્તાક્ષર થયા અને મને કાર્ડ આપવામાં આવ્યું. જોકે તેણે ફોટો પણ જોયો નહીં. આ મારી ગરીમા સાથે રમત છે. અમે બીડીઓ કાર્યાલય જઈશું અને રજૂઆત કરીશું કે આવું ફરી ન થાય.

જોકે, ખંડ વિકાસ અધિકારી (બીડીઓ)એ કહ્યું કે, તસીર પહેલાથી યોગ્ય થઈ ચુકી છે અને કર્માકરને યોગ્ય ફોટો આઈડી કાર્ડ મળશે. આ તેમનું અંતિમ વોટર આઈડી કાર્ડ નથી. જો કોઈ ભુલ થઈ છે તો તેને ઠીક કરી લેવામાં આવશે. જ્યાં સુધી કુતરાના ફોટોનો સવાલ છે તો તે ઓનલાઈન અરજી ભરતી વખતે કોઈ વ્યક્તિ દ્વારા થઈ શકે છે. ફોટો પહેલાથી જ યોગ્ય કરી દેવાયો છે. યોગ્ય ફોટો સાથે તેમને અંતિમ આઈડીકાર્ડ મળશે.