મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાત કેડરના વરિષ્ઠ આઈએએસ અધિકારી ગૌરવ દહિયા પર દિલ્હીની એક મહિલા સાથે બીજા લગ્ન કરવાનો અને ફ્રોડ કર્યાનો આરોપ લાગ્યો છે. ત્યારે આ મામલે ગાંધીનગર પોલીસ હવે તપાસ કરશે. સાથે જ સીએમે તપાસ કમિટીની રચના કરી છે અને ૧૫ દિવસથી લઇ ૧ માસમાં અગ્રસચિવ સુનયના તોમર મામલાની તપાસ કરી રિપોર્ટ સોંપશે.

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આઈએએસ અધિકારી ગૌરવ દહિયા સામે ઈંકવાયારીના આદેશ આપ્યા છે. જેમાં દહીંયા સામે નિમાયેલી આ તપાસ કમિટીમાં અન્ય બે મહિલા અધિકારીઓ સોનલ મિશ્રા અને મમતા વર્મા સહિત પાંચ સભ્યોનો સમાવેશ થાય છે. આજે સરકાર અને અધિકારીઓ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. તેમણે ક્હ્યું કે, દિલ્હી પોલીસે મહિલાની ફરિયાદને ગાંધીનગરમાં પોતાના સમકક્ષો સમક્ષ તપાસ માટે મોકલી છે.

જ્યારે આઈએએસ અધિકારી ગૌરવ દહિયાએ પોતાના બચાવમાં કહ્યું હતું કે, તેઓ મોહપાશમાં ફસાઈ ગયાં હતાં અને તેમને બ્લેકમેલ કરવામાં આવ્યાં છે. આ મામલે ગાંધીનગર પોલીસ અધિક્ષક મયૂર ચાવડાએ જણાવ્યું હતું કે, બંન્ને ફરિયાદીઓના મામલાઓની તપાસ કરવામાં આવશે. આ મામલામાં અન્ય પણ એક ખુલાસો થયો છે. ફેબ્રુઆરી મહિનામાં પિડીતા આશ્રમ રોડની સ્ટાર હોટલમાં એક દિવસ રોકાઈ હતી. ૬ ફેબ્રુઆરીએ પિડીતા કંટ્રોલને મેસેજ કર્યો હતો. જેમાં તેમણે ફરિયાદ કરી હતી કે, કેટલાક લોકોએ તેમના રૂમમાં આવીને હેરાન કરી હતી. ત્યારે તેમણે વાડજ પોલીસને જણાવ્યું હતું કે, આઈએએસ દહિયા પોતાનો પતિ છે અને સાથે રાખતો ન હોવાની રજૂઆત કરી હતી. આ પછી તેણે દિલ્હી જઈને કાર્યવાહી કરી હતી.

ગૌરવ દહિયાએ અરજી પોસ્ટ દ્વારા ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૯ એ અરજી કરી હતી. દહિયાએ વાડજ પોલીસમાં કરેલી અરજી મુજબ દિલ્હીની મહિલા સાથે તેમની ૨૦૧૭માં ફેસબુક પર મિત્રતા થઇ હતી. જે બાદમાં પ્રેમમાં પરીણમી. દહિયા અને મહિલા અવાર નવાર રૂબરૂમાં મળતા હતા. ત્યારબાદ મહિલા દ્વારા દહિયાને અગાઉની પત્ની સાથે છૂટાછેડા લેવા માટે દબાણ કરવામાં આવતું હતું. એટલું જ નહી દહિયા મહિલાને આર્થિક મદદ પણ કરતા હતા. મહિલા રૂપિયા પડાવવા માટે બદનામ કરવાની ધમકી આપવામાં આવતી હતી. જેથી મહિલા માટે દહિયાએ મકાનની ખરીદી કરી હતી. 

V બીજી બાજુ મહિલાએ વાડજ પોલીસ સ્ટેશનમાં કરેલી અરજીમાં કરેલા આક્ષેપોમાં ગત ફેબ્રુઆરી માસમાં આ મહિલા દિલ્હીથી આવીને અમદાવાદમાં આશ્રમ રોડ પરની એક હોટલમાં રોકાઇ હતી. જ્યાં દહિયા અને તેમની અગાઉની પત્ની પણ મળવા આવ્યા હતા. આ સમયે હોટલમાં તકરાર થતાં મહિલા પોલીસ કન્ટ્રોલમાં ફોન કર્યો હતો. અમદાવાદની હોટલમાં મહિલા રોકાઇ હતી જે રૂમ દહિયાએ બુક કરાવ્યો હતો. બે દિવસના રૂમનું ૧૫,૦૦૦ રુપિયા ભાડુ ચૂકવવામાં આવ્યું હતું. આ પ્રમાણેના મહિલા અને દહિયાના આક્ષેપવાળી અરજીની તપાસ વાડજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.