મેરાન્યૂઝ નેટવર્ક.મથુરાઃ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ વચ્ચે મથુરામાં કૃષ્ણ જન્મભૂમીનો કેસ કોર્ટમાં પહોંચી ગયો છે. જન્મભૂમિ પરિસરને લઈને મથુરાની કોર્ટમાં એક સિવિલ કેસ ફાઈલ થયો છે. તેમાં 13.37 એકર જમીન પર દાવો કરતાં સ્વામિત્વ માગવામાં આવ્યું છે અને શાહી મસ્જિદ ઈદગાહને હટાવવાની માગ કરી છે.

હિન્દુ ધર્મમાં ભગવાન શ્રીકૃષ્ણ વિરાજમાનની સખા રંજના અગ્નિહોત્રી તરફથી સુપ્રીમ કોર્ટના વકીલ વિષ્ણું શંકર જૈનએ અરજી દાખલ કરી છે. અરજીમાં જમીનને લઈને 1968ના સમજૂતિને ખોટી વ્યક્ત કરવામાં આવી છે. આ કેસ ભગવાન શ્રીકૃષ્ણ વિરાજમાન, કટરા કેશવ દેવ ખેવટ, મૌજા મથુરા બજાર શહેરની તરફથી ઘનિષ્ઠ સખી રુપમાં એડવોકેટ રંજના અગ્નિહોત્રી અને છ અન્ય ભક્તોએ દાખલ કરી છે.

અરજીમાં શું છે

આ અરજી 'ભગવાન શ્રીકૃષ્ણ વિરાજમાન' અને 'સ્થાન શ્રીકૃષ્ણ જન્મભૂમિ'ના નામથી દાખલ થઈ છે. અરજીમાં કહેવાયું છે કે જે જગ્યા પર શાહી મસ્જિદ ઈદગાહ ઊભી છે, ત્યાં જ ખરેખરમાં તે જેલ છે જેમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો.

શું છે 1968 સમજૂતી આવો જાણીએ

1951માં શ્રીકૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટ બનાવીને એવું નક્કી કરવામાં આવ્યું હતું કે ત્યાં બીજી વખત ભવ્ય મંદિરનું નિર્માણ થશે અને ટ્રસ્ટ તેનું આયોજન કરશે. 1958માં શ્રીકૃષ્ણ જન્મ સ્થાન સેવા સંઘ નામની સંસ્થાની રચના કરવામાં આવી હતી. કાયદાકીય રીતે આ સંસ્થાને જમીનનો માલિકી હક્ક મળ્યો ન્હોતો, પણ તેણે ટ્ર્સ્ટ માટે જે ભૂમિકાઓ નક્કી કરાઈ હતી તે બધી ભૂમિકાઓ નિભાવવાની શરૂ કરી દીધી.

આ સંસ્થાએ 1964માં પુરી જમીન પર નિયંત્રણ માટે એક સિવિલ કેસ દાખલ કર્યો પરંતુ 1968માં ખુદ જ મુસ્લિમ પક્ષ સાથે સમજૂતી કરી લીધી હતી. જેના અંતર્ત મુસ્લિમ પક્ષએ મંદિર માટે પોતાના કબ્જાની કેટલીક જમીન છોડી દીધી હતી અને તેમને તેના બદલામાં તેનાથી જ સટીને આવેલી બીજી જગ્યા આપી દીધી હતી.

શું થઈ શકે છે કોર્ટમાં

જોકે આ કેસમાં Place of worship Act 1991 મુજબ આઝાદીના દિવસ 15 ઓગસ્ટ 1947એ જે ધાર્મિક સ્થળ જે સંપ્રદાયનું હતું, તેનું જ રહેશે, આ એક્ટ અંતર્ગત ફક્ત રામ જન્મભૂમી-બાબરી મસ્જિદ વિવાદને છૂટ અપાઈ હતી. ગત વર્ષે 9 નવેમ્બરે અયોધ્યા પર નિર્ણ સંભલાવતા સુપ્રીમ કોર્ટે આવા મામલાઓમાં કાશી મથુરા સહિત દેશમાં નવી કેસબાજીને લઈને દરવાજા બંધ કરી દીધા હતા. અયોધ્યા મામલામાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અદાલતો ઐતિહાસિક ભૂલો સુધારી શક્તી નથી.

(मजहब नहीं सिखाता, आपस में बैर रखना
हिन्दी हैं हम वतन हैं, हिन्दोस्तां हमारा.......... सारे जहां से अच्छा...- - मुहम्मद इक़बाल )