મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: ચીનમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે.ચીનના વુહાર શહેરમાં આ અતિચેપી વાયરસ કે જે હવા થી ફેલાય છ.તેને લઈ 80 થી વધુ વ્યક્તિઓના ચીની સરકારી આંકડા મુજબ મોત નીપજયા છે.અને હજારો લોકો આ ચેપી વાયરસ ની ઝપટમાં આવ્યા છે. અરવલ્લી જિલ્લાના 3 વિદ્યાર્થીઓ અને સાબરકાંઠા જીલ્લાના ૮૦ વિદ્યાર્થીઓ ચીનના વિવિધ શહેરોમાં અભ્યાસ અર્થે હોઈ આ છાત્રોના વાલીઓમાં ચીંતા છવાઈ છે.

અરવલ્લી જીલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ કોરોના વાઈરસને લઈને સતર્ક બની મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં,એઇમ્સ અને  બાયડ નજીક વાત્રક હોસ્પિટલમાં  કોરોના વાઈરસના દર્દી માટે આગોતરા પગલાંના ભાગરૂપે આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. ૫ આઈસોલેશન વોર્ડ, ૮ વેન્ટિલેટર અને ૧૨ બેડ ની વ્યવસ્થા ઉભી કરવામાં આવી  છે. જીલ્લા કલેક્ટર  અમૃતેશ ઔરંગાબાદકરે  જણાવ્યું હતું કે જિલ્લામાં ચીનથી છેલ્લા ૧૪ દિવસ દરમિયાન જે લોકો પ્રવાસ ખેડી આવ્યા છે તેવા લોકોમાં કોરોના નામનો વાઈરસ છે કે નહિ ....? તેની ચકાસણી જિલ્લા આરોગ્ય વિભાગ ધ્વારા કરવામાં આવશે અને જેમાં શંકાસ્પદ કોરાના વાયરસના દર્દી જણાય તો તેની સારવાર કરવામાં આવશે ગુજરાતના અરવલ્લી જિલ્લાના અભ્યાસ અર્થે  ચીનમાં ગયેલ છે. તેઓ  ભારતમાં પરત આવતાં તેમની યોગ્ય ડોક્ટરી તપાસ કરમાં આવશે એમ પણ જણાવ્યું હતું તથા તંત્ર ધ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.

જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડો.અમરનાથ વર્માએ ચીનથી પ્રવાસ ખેડી કોઈ પરત આવ્યા હોય તેવા પ્રવાસીઓને ડોક્ટરી તપાસ કરાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો અને આવા લક્ષણો વાળા કોઈ દર્દી હોય તો તેની જાણ હેલ્પલાઈન નંબર +91 1123978046 તેમજ ડીઝાસ્ટારના ટેલીફોન નંબર પર જાણ કરવા જણાવ્યું હતું.આજે યોજેલ વર્કશોપમાં આઈ.એમ.એ મોડાસાના ચેરમેન ર્ડો.દિવ્યાંગ પટેલ અને અન્ય તબીબો ઉપસ્થિત રહ્યા હતા 

ડીએચઓના જણાવ્યા મુજબ જિલ્લા જેસવાડી,સરડોઈ અને લીંભોઈ ના ત્રણ વિદ્યાર્થીઓ હાલ ચીનના જુદાજુદા શહેરોમાં હોસ્ટેલમાં અટવાયા છે.કોલેજ સત્તાવાળા ઓએ આ છાત્રોને તુરંત દેશમાં પરત ફરવા જણાવી દીધું છે.ત્યારે વિદેશ વિભાગને આ છાત્રો વિશેની માહિતી કલેકટર દ્વારા જાણ કરી દેવાઈ છે.