મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાત દારૂબંધીના કાયદાના અમલ માટે સખ્તાઈ પૂર્વક કામગીરી કરી રહ્યા છે. બીજી બાજુ જીલ્લા પોલીસવડાની નિષ્ઠા પૂર્વકની કામગીરીને કેટલાક પોલીસ અધિકારીઓ અને જવાનોની હરકતના પગલે શંકાની સોય તણાતા આવા નશેડી અધિકારીઓ અને કર્મચારીઓ સામે શખ્ત કાર્યવાહી કરી સસ્પેન્ડ કરી ખાખીની આબરૂ બચાવવા પ્રયત્નશીલ બન્યા છે. ત્યારે વધુ એક પીએસઆઈ દારૂના નશામાં સરકારી વાહન હંકારી અફડાતફડી મચાવતા જીલ્લા પોલીસવડા સંજય ખરાતે નશામાં ધૂત પીએસઆઈ બી.એલ.રોહિત સામે દારૂ પીને સરકારી વાહન બેફામ હંકારવાના બે ગુન્હા નોંધી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી તાબડતોડ ઇસરી પીએસઆઈ બી.એલ.રોહીતને સસ્પેન્ડ કરી દેતા પોલીસવડાની શખ્ત કાર્યવાહી લોકોમાં ભારે આવકારદાયક બની છે.


 

 

 

 

 

શું છે સમગ્ર મામલો અને PSI ની કરતૂત તે અંગે વાંચો

અરવલ્લી જીલ્લા પોલીસતંત્રમાં ફરજબજાવતા કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ દારૂ પીને છાકટા બનતા હોવાની ઘટના સમયાંતરે બનતી રહે છે. ખાખીને જાણે કાયદો લાગુ ન પડતો હોય તેમ ઇસરી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો પીએસઆઈ બી.એલ.રોહીત ગુરુવારે સાંજે નશામાં છાકટો બની સરકારી જીપ સાથે ઇસરી બજારમાં પહોંચી ફીલ્મી સ્ટંટ કરતો હોય તેમ ગાડી હંકારતા લોકોમાં ભારે અફડાતફડી અને નાસભાગ મચી હતી. સદ્નસીબે કોઈ જાનહાની ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પીએસઆઈ બી.એલ.રાહુલની કાળી કરતૂતનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર પોલીસતંત્રની આંખો શરમથી નમી ગઈ હતી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે નશામાં ધૂત પીએસઆઈ બી.એલ.રોહિત સામે દારૂ પીને સરકારી વાહન બેફામ હંકારવાના બે ગુન્હા નોંધી તાબડતોડ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી આખરે સસ્પેન્ડ કરી દીધો છે.