મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર : ગાંધીનગર સિવિલ હોસ્પિટલના દર્દીઓને અપાતા ભોજનમાંથી મરેલી ગરોળી નીકળ્યા બાદ હવે રોટલીમાં કાંકરી આવતી હોવાની ફરિયાદ દર્દીઓમાં ઉઠી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે દર્દીઓને અપાતા ભોજનમાં આવી અખાદ્ય સામગ્રી મળી હોય તેવા ઘણા કિસ્સા દેશમાં છે. 

નોંધનીય છે કે, ગત બુધવારે બપોરના સમયે દર્દીઓને અપાયેલા ભોજનની દાળમાં મરેલી ગરોળી નીકળી હતી. જ્યારે બે દિવસ બાદ દર્દીઓને અપાતા ભોજનની રોટીમાં કાંકરી જેવી કરકર આવતી હોવાની ફરિયાદો દર્દીઓમાં ઉઠી છે.

Advertisement


 

 

 

 

 

 

દર્દીઓના અપાતા ભોજનમા આપતી રોટલીમાં કાંકરી આવતી હોવાની ફરિયાદને પગલે સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. નિયતીબેન લાખાણી તેમજ આર.એમ.ઓ ડો. સુધાબેન શર્મા અને નાયબ આર.એમ.ઓ. ડૉ. કલ્પેશ જસપરા સહિત ડોક્ટરોની ટીમે ભોજનની તપાસ કરી હતી. જેમાં દર્દીઓને ફરિયાદ સાચી હોવાનું પુરવાર થતાં તાત્કાલિક અસરથી ભોજનની કામગીરી ધરાવતા સંચાલકોને જાણ કરાઈ હતી. હોસ્પિટલ દ્વારા આ કોન્ટ્રાક્ટ પરનાઓ નોટિસ ફટકારીને આ બાબતે ગંભીરતા દાખવવાની સુચના આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ ભોજન સામગ્રી અક્ષયપાત્ર સંસ્થા દ્વારા અપાતી હોવાની માહિતી સામે આવી હતી પરંતુ અક્ષયપાત્ર સંસ્થા દ્વારા મેરાન્યૂઝને આ અંગેની હકીકતથી અવગત કરાવાયા હતા કે તેઓ દ્વારા ગાંધીનગર સિવિલમાં ભોજન વ્યવસ્થાનું કામ કરાતું જ નથી. તેમણે જણાવ્યું હતું કે અક્ષયપાત્ર સંસ્થા દર્દીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સ મટે રાંધેલા ભોજનની વ્યવસ્થા કરે છે પરંતુ ગાંધીનગરમાં આ જે બનાવ બન્યો તે ભોજન અક્ષયપાત્ર દ્વારા બનાવાયું નથી. અમે પોતાના ફૂડ ક્વોલિટિ પર સતત નજર રાખતા હોઈએ છીએ. અમારા ભોજનની ગુણવત્તા અને દર્દીઓ માટે ખાદ્ય રહે તેની તકેદારી અમારા માટે સૌથી પહેલી આવે છે.