મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ પાકિસ્તાન ત્યારથી બોખલાઈ ગયું છે જ્યારથી જમ્મૂ કશ્મીરથી કલમ 370 હટાવાઈ અને રાજ્યનું પુનર્ગઠન કરાયું. જેને કારણે પાકિસ્તાને ભારત સાથેના દ્વિપક્ષીય વેપારને રોકી લેવાની જાહેરાત કરી છે. આર્થિક બદહાલીના સમયમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાને આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે ભારત દ્વારા પુલવામાં હુમલા બાદ મોસ્ટ ફેવર્ડ નેશન (એમએફએન)નો દરજ્જો છીનવાઈ જવાના કારણે ભારતમાં તેના નિકાસ કરો ઘણા નિચે આવી ચુક્યા છે. અસલમાં ભારત સાથે તે પહેલાથી જ વેપારમાં નુકસાનીમાં હતું અને હવે આ અંતર ઘણું વધી ગયું હતું. તેનું આ પગલું નખ કાપીને શહીદ કહેવડાવવા જેવું છે.

પાકિસ્તાન ભારતને તાજા ફળો, સીમેન્ટ, ખનીજ, તૈયાર ચામડું, પ્રસંસ્કૃત ખાદ્ય, અકાર્બનિક રસાયણ, કાચું કપાસ, મસાલા, ઉન, ખડ, આલ્કોહોલ યુક્ત પીણું, ચિકિત્સાના ઉપકર્ણો, સમુદ્રી સામાન, પ્લાસ્ટીક, ડાઈ અને ખેલનો સામાન નિકાસ કરતું હતું જ્યારે ભારત પાસેથી નિકાસ કરાયેલી ચીજોમાં જૈવિક રસાયણ, પ્લાસ્ટિક ઉત્પાદનો, અનાજ, ખાંડ, કોફી, ચા, લોખંડ અને સ્ટીલના સામાન, દવાઓ અને તાંબા ઉપરાંતની વસ્તુઓનો સમાવેશ થાય છે.

ભારત પાકિસ્તાન વેપારનું ઉંડાણમાં વિશ્લેષણ કરીએ તો ખબર પડે કે પાકિસ્તાનના આ નિર્ણયનો બંને જ દેશોને કોઈ ખાસ ફરક પડતો નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 2017-18માં ફક્ત 3.4 અબજ ડોલરનો વેપાર થયો, જે ભારતનો દુનિયા સાથેના કુલ વ્યવહારનો ફક્ત 0.31 ટકા જ છે અને પાકિસ્તાનના ગ્લોબલ ટ્રેડનો 3.2 ટકા છે. કુલ દ્વીપક્ષિય વેપારમાં અંદાજીત 80 ટકા હિસ્સો પાકિસ્તાનમાં ભારતની નિકાસનો છે.

મોટી તસવીરના રુપમાં જોઈએ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે આયાત અને નિકાસમાં 2014-15થી ઘટાડો આવી રહ્યો છે. ભારત સરકારે હથિયારો, માદક પદાર્થો અને પ્રતિબંધિત નોટોની ચાલી રહેલી તસ્કરીઓને કારમે એપ્રિલ 2019માં પાકિસ્તાનના સાથે ક્રોસ એલઓસી ટ્રેડને રોકી દીધો હતો.

કેટલાક નિષ્ણાંતોનું કહેવું છે કે ભારત સાથે દ્વિપક્ષીય વેપારના સંબંધોને રોકી લેવામાં પાકિસ્તાનને જ વધુ નુકસાન છે. તેમનું કહેવું છે કે તેનું મુખ્ય કારણ એ છે કે પાકિસ્તાન પોતાના પડોસી ભારતથી ઘણી જરૂરી વસ્તુઓની આયાત કરે છે. નિકાસકારોના સંગઠન ફિયોના મહાનિદેશક અજય સહાયએ કહ્યું કે પાકિસ્તાન દ્વારા વેપાર સંબંધોને રોકવાની આ ખરાબ અસર પાકિસ્તાન પર જ થશે. કારણ કે ભારત આ મામલામાં તેના પર વધુ નિર્ભર નથી જ્યારે પાકિસ્તાનની ભારત પર નિર્ભરતા અપેક્ષકૃતથી વધુ છે.

ભારતના વિદેશ વેપાર સંસ્થાન (આઈઆઈએફટી)ના પ્રોફેસર રાકેશ મોહને એક મીડિયાને કહ્યું કે, પાકિસ્તાનનો નિર્ણય તેના જ ધંધાને અસર કરશે. પાકિસ્તાન પાસેથી ભારતની આયાત આ વર્ષના માર્ટમાં ઘટીને 28.4 કરોડ ડોલર આસપાસ રહી જ્યારે માર્ચ 2018માં આ આંકડો 3.5 કરોડ ડોલર હતો.