જય અમીન (મેરાન્યૂઝ.મોડાસા): કોવિડ-૧૯ ના સમયગાળા દરમિયાન પણ ઘરેલુ હિંસાના કેસમાં વધારો જોવા મળ્યો હતો. લોકડાઉનનાં સમયમાં પણ અભયમ ટીમ દ્વારા 24 કલાક પોતાના જાનના જોખમ સાથે કોવિડ પ્રોટોકોલ સાથે પીડિત મહિલાઓને મદદ પુરી પાડીને ઉમદા કામગીરી પુરી પાડી છે જે મહિલાઓને સુરક્ષાનું વચન આપતી 181 અભયમ મહિલા હેલ્પલાઈન પર આવતા દરેક ફોનમાં ક્યાંકને ક્યાંક એની તકલીફ છુપાયેલી હોય છે.ૉ

કોઈપણ પીડિત મહિલા સાથે થતી જાતીય હિંસા, માનસિક, આર્થિક, શારીરિક કાર્યના સ્થળે થતી જાતીય સતામણી છે. લગ્નજીવનમાં થતો વિખવાદ છે. સોશિયલ મીડિયાના માધ્યમથી થતી હેરાનગતિ, છેડતી, રેપ કેસ એવી બધી જ પરેશાનીઓમાં એ અભયમ હેલ્પલાઈન મદદ કરવા માટે ૨૪ કલાક તૈયાર રહે છે.
આ હેલ્પલાઈન માત્ર હેલ્પલાઈન જ નથી પરંતુ એક સ્ત્રીને બીજી સ્ત્રી સાથે મળતો સહકાર છે. જેમાં અરવલ્લી 181 અભયમને વર્ષ ૨૦૨૦ દરમિયાન ઘરેલુ હિંસાના 565 તેમજ પાડોશી ઝઘડો-છેડતી-ચાઈલ્ડ મેરેજ જેવી અનેક હેરાન પરેશાનીના 220 કૉલ મળ્યા હતા. જેમની મદદ માટે તેઓએ તત્પરતા દર્શાવી હતી. એટલું જ નહીં વર્ષ 2018માં 589 અને 2019માં 660 મહિલાઓ આ વિવિધ પ્રકારની મુશ્કેલીઓમાં પરેશાન હતી જેમની મદદ 181 અભયમ દ્વારા કરવામાં આવી હતી. 

આ સાથે વર્ષ ૨૦૧૫ થઈ વર્ષ ૨૦૨૦ સુધીમાં કુલ 4703 પીડિતને ટીમ દ્વારા સ્થળ પર પહોંચીને મદદ પુરી પાડવામાં આવી છે.  કોવિડ-૧૯ ના સમયગાળા દરમિયાન પણ ઘરેલુ હિંસાના કેસમાં વધારો જોવા મળ્યો હતો. લોકડાઉનનાં સમયમાં પણ અભયમ ટીમ દવર ૨૪ કલાક પોતાના જાનના જોખમ સાથે કોવિડ પ્રોટોકોલ સાથે પીડિત મહિલાઓને મદદ પુરી પાડીને ઉમદા કામગીરી પુરી પાડેલ છે જે ખરેખર મહિલા સશક્તિકરણ નું એક શ્રેષ્ઠ ઉદાહરણ સાબિત થાય છે.