મેરાન્યૂઝ.નેટવર્ક,અરવલ્લી: અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં વિદેશી દારૂ પાણીની જેમ દારૂના નશેડીઓ ઉપયોગ કરી રહ્યા છે બંને જીલ્લામાં સ્ટેટ મોનેટરીંગ સેલના દરોડા સમયાંતરે પડતા રહે છે સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર શહેરના ભોલેશ્વર વિસ્તારમાં દિવાળીના દિવસે સ્ટેટ મોનેટરીંગ સેલની ટીમ ત્રાટકી ૨ લાખ થી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડી ૪ બુટલેગરો તેમજ સ્થળ પરથી નાસી છૂટેલા ચાર શખ્શો અને ૪ વાહનના માલિકો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી આગળની તપાસ હાથધરી હતી.
 
હિંમતનગર શહેરના ભોલેશ્વર વિસ્તારમાં હનુમાનજી મંદિર નજીક પાસે આવેલ ચોકમાં છેલ્લા કેટલાય સમય થી શહેરનો નામચીન બુટલેગર વિદેશી દારૂ વાહન મારફતે ભરી લાવી કટિંગ કરતો હતો આ અંગે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને બાતમી મળતા દિવાળીના દિવસે દારૂનું કટિંગ ચાલતું હતું તે સમયે ત્રાટકતા બુટલેગરોમાં ભારે નાસભાગ મચી હતી અને સ્થળ પર વાહનો મૂકી ફરાર થઈ ગયા હતા સ્ટેટ મોનીટરીંગ  સેલે સ્થળ પરથી ૬૯૩ બોટલ/ ટીન વિદેશી દારૂ કીં.રૂ.૨૦૦૭૦૦/- રૂપિયાનો વિદેશી દારૂ તથા ત્રણ કાર, બે મોપેડ અને બે મોબાઇલ મળી કુલ રૂ.૬૭૨૨૦૦/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ૧) હિરેન લહેરાજી ભાટ,૨)અર્જુન ચાંપાજી મારવાડી,૩) ભાવેશ વસંતભાઈ ભાટ અને દારૂનો જથ્થો પૂરો પાડનાર  વિમલ વ્યાસ (તમામ,રહે. હિંમતનગર ) વિરુદ્ધ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સ્ટેટ મોનીટરીંગ સેલના નરેન્દ્રસિંહ અનોપસિંહ (બ.નં-૯૭૧૭) ફરિયાદ નોંધાવતા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. 

આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર સ્ટેટ મોનીટરીંગ  સેલે હિંમતનગર ના ભોલેશ્વર વિસ્તારમાં પાડેલા દરોડામાં સ્થળ પરથી ઝડપાયેલ વિદેશી દારૂ શહેરના લિસ્ટેડ બુટલેગરનો હોવા છતાં લિસ્ટેડ બુટલેગરનું નામ ફરિયાદમાં ન હોવાથી સ્ટેટ મોનિટરનગ ટીમને અંધારામાં રાખવામાં આવી કે પછી સ્ટેટ મોનીટરીંગ સેલની કામગીરી અંગે તરેહ તરેહની ચર્ચાએ જોર પકડ્યું છે.