મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ : કપાસ તુવેર મગફળી સહિતના પાક ને ઓખી વાવાઝોડાથી થયેલા નુકસાન ને પગલે રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી ઓખી વાવાઝોડાથી અસરગ્રસ્ત ખેડૂતોને વળતર આપવાની જાહેરાત કરી છે. આજે મુખ્ય મંત્રીની રાજકોટમાં યોજાયેલી ચૂંટણીલક્ષી રોડ રેલી (શો)માં પણ પ્રજાનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો. ત્યારે બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને તેમના પાક નુકસાનીનું યોગ્ય વળતર મળશે એવી જાહેરાત સાથે ખેડૂતોને રાહત આપી હતી. ઓખી વાવાઝોડાની ઘાતત ટળી ગઈ પરંતુ વરસાદનો માર ખેડૂતોને વેઠવો પડ્યો હતો જેને લીધે તેમનો ઉભો રવિ પાક નિષ્ફળ જતા તેમણે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી દ્વારા રાજ્ય સરકાર દ્વારા આ રાહત અપાશે એવી જાહેરાત કરી હતી.