જ્યોતિષાચાર્ય ડો. હેમિલ (મેરાન્યૂઝ ): તા.૮/૦૨/૨૦૨૦ નારોજ દિલ્હીની ૭૦ વિધાન સભા સીટ માટે ચૂંટણી યોજાશે અને તા.૧૧/૦૨/૨૦૨૦ ના રોજ પરિણામ છે તો આ અંગે ગ્રહો ની સ્થિતિ ભ.જ.પ, આ પ, કોંગ્રેસ અને અન્ય ની ગણતરી કરીયે તો હાલમાં સત્તા પર રહેલ અરવિંદ કેજરીવાલના ગ્રહ યોગ પ્રબળ બની રહ્યા છે.

બહુમતી માટે ૩૬ સીટના લક્ષ્યાંક આપ (આમ આદમી પાર્ટી) દ્વારા પુરા થઈ શકે છે પરંતુ ૨૦૧૫ દરમિયાન ૬૨ સીટ મેળવેલી તેટલી સીટના આવે ખાસ વાત તે પણ ધ્યાનમાં આવી રહી છે કે સપ્ટેમ્બર ૨૦૨૦ પછી આપ પાર્ટીમાં ખુબ જ મોટા ઉત્તર ચઢાવ અને અસંતોષ આવે અને  તે સ્થિતિ ડિસેમ્બર ૨૦૨૨ સુધી જોવા મળી શકે તેવું સંભવિત જણાય છે.

ગત ચૂંટણીમાં બીજેપી (ભારતીય જનતા પાર્ટી)ના કિરણ બેદી અને કોંગ્રેસમાં અજય માકનની મહેનત બહુ રંગ ના લાવી પરંતુ આ વખતે ભાજપ અને કોંગ્રેસ સ્થાનિક નેતાગીરીમાં સાથીદારોનો ઉત્સાહ વધારી કરીને ગત પરિણામ કરતા સારું પરિણામ લાવી શકશે.

બીજેપીની કુંડળીમાં હાલ માર્ચ માસ સુધી પરીક્ષાલક્ષી ગ્રહયોગ ચાલી રહ્યા છે, પરંતુ એપ્રિલથી જુન દરમિયાન ગુરુ અને શનિની રાશિ અને નક્ષત્ર યુતિ ખૂબ પરિવર્તન કરાવશે જેની અસર મહારાષ્ટ્ર અને ઝારખંડ રાજ્યમાં જોવા મળી શકશે ઉપરાંત અન્ય રાજ્યમાં પણ અસર દેખાડશે કોંગ્રેસની કુંડળી પરથી જણાઈ રહ્યું છે કે દેશ અને રાજ્યમાં લાંબાગાળાના અસરકારક કાર્યો કરે પરંતુ પક્ષની આંતરિકબાબતથી પરેશાની રહે.

(આ અહેવાલના લેખક ડો. હેમિલ પી લાઠીયા, મેદાનીય જ્યોતિષાચાર્ય છે)