મેરાન્યૂઝ નેટવર્ક. જામનગર: રાજકોટ- કાલાવડ -દ્વારકા એસટી રૂટની બસ જામનગરના નિયત કરેલા પિકઅપ પોઇન્ટ પર ઉભી રાખવામાં નથી આવતી. આ અંગે એસટીના એમડી,વાહનવ્યવહાર મંત્રી અને ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરાતા એસટી તંત્ર હરકતમાં આવ્યું છે.અને સત્ય સામે આવતા ચાલકની બદલી કરી દેવામાં આવી છે.

જામનગરના અતિ મહત્વના ગણાતા સમર્પણ હોસ્પિટલ પાસેના પોક અપ પોઇન્ટ પર દરેક એસટી બસો ઉભી રાખવાની હોય છે. છતાં પણ ખાનગી વાહનોને કમાવાની તક આપવા એસટીના ડ્રાઇવર-કંડકટર બસ ઉભી રાખતા નથી આવું  અનેક વખત બન્યાની ફરિયાદ ઉઠવા પામી હતી.

તા.9/6/2018ના સવારે રાજકોટથી દ્વારકા તરફ જતી 9.9 વાગ્યે સમર્પણ હોસ્પિટલ ચોકડીએ પહોંચતી દ્વારકા-કાલાવડ-રાજકોટ રૂટની GJ18 9830 નંબરની બસ પેસેન્જરો હોવા છતાં પેસેન્જર માટે ઉભી રખાઈ ન હોતી. મોટાભાગે આવી રીતે સ્ટોપ કર્યા એસટી બસો ચાલી જાય છે.જેની દ્વારકા ખંભાળીયા અને જામનગર ડેપોના કન્ટ્રોલ રૂમ ઉપર પેસેન્જર દ્વારા ફોનથી સંપર્ક કરીને ફરિયાદ પણ કરાય છે. છતાં પણ એસ.ટી.વિભાગના અધિકારીઓ ધ્યાન આપતા નથી. અને આ બસના ડ્રાઈવર-કન્ડક્ટર અને ખાનગી બસના ડ્રાઇવર-કન્ડકટર સાથે અનેક જગ્યાએ રસ્તામાં ચા-પાણી માટે પણ મળતા હોય છે.જેથી તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરવા અર્થે ફરિયાદ કરી જાગૃત નાગરિકે ફરિયાદ કરી છે. આ ફરિયાદના પગલે બસના ડ્રાઈવર ચંદુભાઈ સોલંકી ની જામજોધપુર બદલી કરવાનો આદેશ ડેપો મેનેજર મકવાણાએ કર્યો છે.અને આ અંગે રિપોર્ટ પણ કરશે તેમ તેઓએ જણાવ્યું છે. આ ઘટના બાદ એસટી વિભાગમાં બેદરકારી દાખવતા કર્મચારીઓમાં સોપો પડી ગયો છે. પરંતુ ખરા અર્થમાં એસટી વિભાગ આખી ઘટનાની યોગ્ય તપાસ કરે તો અનેક ગેરરીતિઓ સામે આવે તેમ છે.