મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: બોલિવૂડના સ્ટાર અભિનેતા સુશાંતસિંહે આત્મહત્યા કરી હતી. જેમાં સુશાંતના ઘરમાં જ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે હાલ સુશાંતના મોતના મામલે દેશમાં ઘણો વિવાદ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં પણ હાલ યંગસ્ટર્સમાં સુશાંતના મોતનો મામલો ખૂબ જ ચર્ચાઈ રહ્યો છે. તેના મોત મામલે યંગસ્ટર્સ દ્વારા ટેટૂ બનાવડાવીને તેને શ્રદ્ધાંજલિ સાથે યોગ્ય તપાસની માગ કરવામાં આવી રહી છે.

આ અંગે ટેટૂ આર્ટિસ્ટ ધર્મેશ મકવાણાએ જણાવ્યું હતું કે, સુશાંતના મોત બાદ હાલ રાજકોટ સહિતના યંગસ્ટર્સમાં સુશાંતના ટેટૂ બનાવવાનો ક્રેઝ વધારે જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં ઘણા યંગસ્ટર્સ દ્વારા આ પ્રકારના નાના મોટા સુશાંતના ટેટૂ બનાવવામાં આવ્યા છે. અમે પણ લોકોની માગને લઈને બને એટલા સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક અને સરકારના નીતિ નિયમ મુજબ આ ટેટૂ બનાવી આપીએ છીએ.